પાર્થ પટેલ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેનની અનોખી પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 12:06:52
  • Views : 2990
  • Modified Date : 2020-04-24 12:06:52

હાલમાં કોરોના
વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે અને સરકારના લોકડાઉની શરૂઆત થતા રોજ કમાઈને ખાતા લોકોની પરિÂસ્થતિ મુશ્કેલ બની છે. ત્યારે પાર્થ પટેલ ગ્રુપ ઓફ
કંપનીઓના ચેરમેન અને ડિરેક્ટર પાર્થભાઈ પટેલ (વતની સાધકપુર અને હાલમાં રહેવાસી અમદાવાદ)  દ્વારા  જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવી રહી છે.
પાર્થભાઈ પટેલ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રોજ રાશનકીટ,  ઘરે બનાવેલુ ભોજન, પીવાનું પાણી, માસ્ક, હેન્ડ સેનીટાઈઝર પહોંચાડવામાં આવ્યું હતું.  તેમજ ૨૪ કલાક સેવામાં ઉભા રહેલ પોલીસકર્મીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના સામે લડનાર ૨૦ થી વધારે રાહત ભંડોળમાં દાન પણ આપે છે.
આ ઉપરાંત દિવ્યાંગ, ગરીબ, વિધવા, અને રોજ કમાઈને ઘર ચલાવતા ૧૨૦ જેટલા પરિવારોને એક અઠવાડીયું ચાલે એટલી રાશન કીટ આપવામાં આવી હતી.  પાર્થભાઈ પટેલ દ્વારા ડીજીટલ માર્કેટિંગ દ્વારા સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News