ધાનેરામાં બનાસડેરીઓના ચેરમેન મંત્રીઓની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 07:44:32
  • Views : 423
  • Modified Date : 2019-04-22 07:44:32

ધાનેરા ખાતે બનાસડેરીના ધાનેરા તાલુકાના ચેરમેન-મંત્રીઓની શનિવારે રાત્રે બેઠક યોજવામાં આવી હતી. અને જેમાં શંકરભાઇ ચૌધરીએ બનાસડેરીમાં પરથીભાઇ ભટોળ અને તેઓની મંડળીએ કરેલ કારનામાઓ લોકો સામે બહાર લાવવામાં આવ્યા હતા અને લોકોને જણાવેલ કે આ માણસ પોતાના ભાઇ કરતાં વધારે રાખનારને દગો આપી શક્તો હોય તો પ્રજાની તો વાત ક્યાં છે. માટે પશુપાલકોએ જાગવાની જરુર છે.શનિવારે બનાસડેરી દ્બારા ચેરમેન-મંત્રીઓની બેઠક ધાનેરા ખાતે રાખવામાં આવી હતી. અને જેમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી એ સભાને સંબોધતા જણાવેલ કે પરથીભાઇ ભટોળ જ્યારે ચેરમેન હતા ત્યારે દેવુ કરીને ગયા હતા અને તેમના દેવામાંથી અમાંએ ૨૫૦ કરોડ ચુકવ્યા છે અને હજુ પંણ ચુકવીએ છીએ. એક એલ.આઇ.સી. ની નોકરી કરનાર માણસ પાસે આજે કરોડો રુપિયાની મિલકત આવી ક્યાંથી. તેઓએ પાલનપુરની આજુબાજુમાં મોટીમાત્રામાં જમીન ખરીદેલ છે. તેમજ પાલનપુર અમદાવાદ જેવા પોષ વિસ્તારોમાં બંગલાઓ છે તે આવ્યા ક્યાંથી તે એલ.આઇ.સી માંથી તો આવ્યા નથી કે તેમના દિકરાઓ કોઇ મોટો બીઝનેસ તો કરતા નથી તે આ ડેરીમાંથી આવ્યા છે. ભટોળ અને તેમનો પુત્ર બન્નેનીમીલીભગતથી પદ્માવતી નામની કંપની બનાવી કેટલફિડ ઉંચાભાવે પધરાવતા હતા. ડેરીમાં બાપ ચેરમેન અને દિકરો સ્પ્લાયર હતો અને આજે પણ આ પદ્માવતી નામની એજન્સી ટ્રેકટર વેચે છે. અને જેણે પોતાના ભાઇ કરતાં પણ વધારે રાખેલ એવા પરબતભાઇ ને દગો આપ્યો છે જેથી પશુપાલકોએ પણ આવા લોકોની વાતોમાં આવ્યા વગર ચેતવાની જરુર છે. આવા તો અનેક કૌભાંડ છે જેમાં કરોડો રુપિયા ઉતાર્યા છે. આ વાત કરતાં પશુપાલકો તેમજ ડેરીના ચેરમેન- મંત્રીઓએ પણ આવા લોકો સામે ફિટકાર વરસાવ્યો હતો. અને પરબતભાઇ પટેલને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ચેરમેન શંકરભાઇ ચૌધરી, વા.ચેરમેન માવજીભાઇ દેસાઇ, બનાસ બેંકના ચેરમેન એમ.એલ.ચૌધરી, સંસ્થાના પ્રમુખ રાયમલભાઇ, મંત્રી દિનેશભાઇ, દેવજીભાઇ તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 


Download Our B K News Today App



Related News