જિલ્લામાં વધતા જતાં ચેન સ્નેચિંગના બનાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 11:22:02
  • Views : 473
  • Modified Date : 2019-05-18 11:22:02

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી ચેન સ્નેચિંગના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બાઇક પર સવાર થઇ આવતા વ્યક્તિઓ બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં ચેન સ્નેચિંગના બનાવને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ચેન સ્નેચિંગનો બનાવ ડીસામાં બનવા પામ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી ગુનાહિત પ્રવૃતિઓનો બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લૂંટારૂઓને જાણે પોલીસની ડર જ ના હોય તેમ એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ  આપવામાં આવી રહ્યો છે. છેલ્લાં પંદર દિવસમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ચેન સ્નેચિંગના બનાવો બહાર આવ્યા છે. બાઇક પર સવાર થઇ અત્યાર સુધી અનેક લોકોને ટાર્ગેટ બનાવી તેમના ગળામાંથી ચેન તોડી ફરાર થવાના બનાવો બહાર આવી રહ્યા છે. ત્યારે વધુ એક ચેન સ્નેચિંગ બનાવ ડીસામાં બનવા પામ્યો હતો. જેમાં ડીસાના વી.એન. પાર્કમાં રહેતા જયાબેન ઠક્કર રાબેતા મુજબ પોતાના ઘરેથી સોસાયટીની બહાર જઈ રહ્યા હતા ત્યારે ૨ અજાણ્યા ઈસમો બાઇક પર સવાર થઇ તેમની નજીક આવ્યા હતા અને તેમના ગળામાં પહેરેલી અઢી તોલાની સોનાની ચેન તોડી અને આ બાઈક સવાર ત્યાંથી નાસી છુટ્યા હતા.  આ વૃદ્ધ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તો આ બે અજાણ્યા ઈસમો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા. બાદ વૃદ્ધ મહિલાના પરિવારજનો આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટનાસ્થળે આવી સીસીટીવી ફુટેજમાં દેખાતા બે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરાઉપરી બની રહેલ ચિલ ઝડપની ઘટનાઓથી ડીસા વાસીઓમાં ભયનો માહોલ છવાયો છે.

Download Our B K News Today App



Related News