ધોરાજીમાં નાળામાં કેમિકલયુક્ત પાણી જોવા મળ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-24 16:25:12
  • Views : 120
  • Modified Date : 2023-06-24 16:25:12

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલી મોટી વાવડી ગામમાં કેમિકલ માફીયાઓ સક્રિય થયા હોવાનું સામે આવ્યું છે.  મોટી વાવડી ગામની બાજુમાંથી પસાર થતા નાળામાં કેટલાક શખ્સોએ કેમિકલયુક્ત પાણી ઠાલવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેમિકલ માફિયાઓએ નાળામાં નાખેલું કેમિકલ ભારે દુર્ગંધ મારતુ હતુ. ત્યારે આ અંગે સ્થાનિકોએ ધારાસભ્યને જાણ કરી હતી.  જે પછી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આની ગંભીરતાથી નોંધ લઈ સ્થાનિક તંત્રને જાણ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

Download Our B K News Today App



Related News