ડીસા રસાણા પાટીયા પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ જતાં અફડાતફડી મચી : સદનસીબે મોટી જાનહાનિ ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 10:57:11
  • Views : 220
  • Modified Date : 2022-05-04 10:57:11

 

ડીસા હાઈવે પર અકસ્માતની વણજાર વર્ષી રહી છે ત્યારે આજે ડીસા રસાણા પાટીયા પાસે એક કેમિકલ ભરેલ ટેન્કર અચાનક પલ્ટી ખાઈ જતાં અફડાતફડી મચી જવા પામી હતી સવારના પહોરમાં ટેન્કર ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલ્ટી ખાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું ટેન્કર પલ્ટી ખાઈ જતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ટેન્કર લીકેજ થતાં કેમિકલ પણ રોડ પર રેલાઈ ગયું હતું જોકે સદનસીબે ટેન્કર ડ્રાઈવરની સમયસુચકતાથી મોટી જાનહાનિ ટળી હતી અકસ્માતના પગલે ઠાકોર સેનાના કાર્યકર્તા ગોપાલજી ઠાકોર સહિત ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં સદનસીબે ટેન્કર પલ્ટી ખાઈ ગયાં બાદ કોઈ જાનહાનિ ન થતાં આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ડીસા રસાણા પાટીયા પાસે પેટ્રોલમાં મિક્સ કરાતું  થાયનોલ નામનું કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ જતાં અફડાતફડી મચી જવા પામી હતી

Download Our B K News Today App



Related News