વટવાની જેક્સન ફેક્ટરીના 5 માળ સુધી ભરેલા કેમિકલની આગ, માતંગીમાં લાગેલી આગ 100 ટન સોલવન્ટ, ડાઇસમાં ફેલાતા 25 બ્લાસ્ટ થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:50:53
  • Views : 360
  • Modified Date : 2020-12-10 11:50:53

વટવા જીઆઈડીસી ફેઝ-2માં માતંગી ઇન્ડસ્ટ્રીઝ યુનિટ-2માં મંગળવારે મોડી રાત્રે કેમિકલ મટીરિયલ્સ ડાઉનલોડ કે અપલોડ કરતી વખતે આગ લાગી હતી, જે અહીંના ગોડાઉનમાં ભરેલા 100 ટન સોલવન્ટ અને ડાઇસ મટીરિયલમાં ફેલાતા 25 ધડાકા થયા હતા. હાથીજણ, ઇસનપુર, વિંઝોલ સહિત છ કિમી સુધી બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. આગ ફેલાતાં એક કિલોમીટરમાં આવેલી ભાવિન ઇન્ડસ્ટ્રી, જેક્સન ડાય કેમ, રિકીન ઇન્ડસ્ટ્રી ફેક્ટરી ખાખ થઈ ગઈ હતી. 100થી વધારે ફાયરમેન, 50થી વધુ ફાયર ટેન્કરો, 9 લાખ લિટર પાણી દ્વારા બુધવાર બપોર સુધીમાં ત્રણ ફેક્ટરીમાં આગ પર કાબૂ મેળવાયો હતો.

દરમિયાન બે જવાનને ઇજા થઈ હતી. જોકે જેક્સન ડાય કેમ ફેક્ટરીનું બાંધકામ બંધિયાર હોવાથી તેમાં ફેલાયેલી આગ પર કાબૂ મેળવતાં ગુરુવાર સાંજ સુધીનો સમય લાગી શકે છે. આ ફેક્ટરીના પાંચ માળમાં સંગ્રહાયેલા પાઉડર ફોર્મના કેમિકલ મટીરિયલમાં પાણી પડતાં આંખમાં બળતરા, ગળામાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. મોટી જાનહાનિ ન થાય તે માટે બે કિમીનો વિસ્તાર બંધ કરાયો હતો.

એક તબક્કે આગનો મેસેજ મળ્યો ત્યારે માતંગીનું નામ સાંભળતા તેમાં ઇથિલિન ઓક્સાઇડ હશે તેવી શક્યતાએ સંખ્યાબંધ સંશાધનો લઈ જવાયાં હતાં,પણ નવું ગોડાઉન હોવાથી આ કેમિકલ ન હતું. માતંગી-2 અઠવાડિયા પહેલાં જ શરૂ કરાઈ છે, જોકે પ્રોડક્શન થતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું. આગમાં 2 આઇશર ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં માતંગી કેમિકલ ફેક્ટરી પાછળ પડેલી આઇશરનું સળગતું ટાયર ફાટીને સામેની ફેક્ટરીમાં પડ્યું હતું, જેના કારણે ત્યાં પણ આગ લાગી હતી. આગમાં આસપાસ પાર્ક કરેલા અન્ય વાહનો પણ સળગી ગયાં હતાં.

જીમિત એન્ડ કંપનીના સુપરવાઇઝર ઘનશ્યામ પટેલે કહ્યું- હું રાત્રે ટીવી જોતો હતો ત્યારે ધડાકા સંભળાતા બારીઓમાંથી જોયું તો ભયંકર આગ દેખાઈ હતી. ટેરેસ પર જઈને જોયું તો આગના ગોટેગોટા દેખાતા હતા. આથી ફાયરબ્રિગેડને ફોન કરી જાણ કરી હતી. ઉપરાઉપરી 13થી વધુ ધડાકા સંભળાયા હતા. આસપાસના લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. મેં તાત્કાલિક અદાણી ગેસના અમારા કોન્ટ્રાક્ટરને ફોન કરી જાણ કરી હતી અને તરત જ ઘટના સ્થળે દોડી ફેઝ-૨માં ગેસલાઇન બંધ કરી દીધી હતી.

માતંગી ફેક્ટરીના જનરલ મેનેજર રમેશ પટેલે વટવા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, મંગળવારે રાતે 12.50 વાગ્યે આગ લાગી હતી. 4 આઇશર ટેમ્પો, એક ટેન્કર પણ બળી ગયાં હોવાનું વટવા પોલીસ સ્ટેશનનાઇન્ચાર્જ પીઆઈ એસ. વી. સિતારાએ જણાવ્યું હતું. આગમાં 2 આઇશર ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં માતંગી કેમિકલ ફેક્ટરી પાછળ પડેલી આઇશરનું સળગતું ટાયર ફાટીને સામેની ફેક્ટરીમાં પડ્યું હતું, જેના કારણે ત્યાં પણ આગ લાગી હતી. આગમાં આસપાસ પાર્ક કરેલા અન્ય વાહનો પણ સળગી ગયાં હતાં. ત્રણ ફેક્ટરીમાં બુધવારે બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ ડાઇ બનાવતી જેક્સન ફેક્ટરીમાં આગ પર કાબૂ મેળવાયો ન હતો. આ કંપનીમાં આગ લાગી ત્યારે તેમાં સાત કામદારો કામ કરી રહ્યા હતા, જેમને બચાવી લેવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News