પાલનપુરમાં કપડાની થેલીને ચેકો મારી લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-26 12:08:36
  • Views : 458
  • Modified Date : 2019-12-26 12:08:36

પાલનપુર ગુરૂનાનક ચોક સ્થિત બેંક ઓફ બરોડામાંથી એક વૃધ્ધ રૂપિયા ઉપાડી કાપડની થેલીમાં મૂકી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન રીક્ષામાં બેઠેલા અજાણ્યા શખ્સે થેલીને ચેકો મારી રૂપિયા ૫૦,૦૦૦ સેરવી લીધા હતા. આ અંગે વૃધ્ધની ફરિયાદના આધારે પૂર્વ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
પાલનપુરમાં બનેલી ચોરીની ઘટનાની વિગતો એવી છે કે, શહેરના બનાસડેરી માર્ગ નજીક રહેતા હિરાલાલ લલ્લુરામ ભટ્ટ બે દિવસ અગાઉ ગુરૂનાનક ચોક સ્થિત બેંક ઓફ બરોડામાંથી તેમના ખાતામાંથી રૂપિયા ૬૦,૦૦૦ ઉપાડ્‌યા હતા. જે એક કપડાની થેલીમાં મૂક્યા હતા અને ઘરે જવા માટે પેસેન્જર રીક્ષામાં બેઠા હતા. જે રીક્ષામાં બેઠેલા ચાર અજાણ્યા શખ્સો પૈકી કોઇએ કપડાની થેલીને ચેકો મારી રૂપિયા ૫૦,૦૦૦ સેરવી લીધા હતા. ઘરે જઇને જોતા થેલીમાં નાણાં ન હોઇ પોલીસને જાણ કરી હતી. જોકે, નાણાંની ચોરી કરનારનો કોઇ પત્તો ન મળતા આખરે પોલીસે ગુનો નોંધી તેમનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જે આરોપીઓને
પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આ અંગે પૂર્વ પોલીસ મથકના પીઆઇ ડી. વી. ઝાલાએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડા તરૂણ દુગગલની સૂચનાથી સ્ટાફના એ.એસ.આઈ શરીફખાન, અ.હેડ.કોન્સ અબ્દુલભાઇ, રણજીતસિંહ, રાજેશકુમાર, પો. કોન્સ રાકેશભાઈ, ગુલાબસિંહ, ગૌરવભાઈ, મહેશભાઈ, સંજયસિંહ સાથે બાતમી આધારે આરોપીઓ પાલનપુર બાવરીડેરાના રામપ્રસાદ કપુરજી બાવરી, સની અર્જુનભાઇ ઉર્ફે બુધાભાઈ કાનાભાઈ બાવરી અને શિવાભાઈ બંગાળીભાઈ બાવરીને ઝડપી લીધા હતા.

Download Our B K News Today App



Related News