સમગ્ર ગુજરાતમાં ફાયરસેફ્‌ટીને લઈ ચેકિંગ દોર શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 11:20:22
  • Views : 567
  • Modified Date : 2019-05-26 11:20:22

સુરતના સરથાણા જકાતનાકા પાસે ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત થયા હતા. ટ્યુશન ક્લાસીસમાં રહેલા બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કૂદી ગયા હતા જેના કારણે તેમના મોત થયા હતા. આ ઉપરાંત આગમાં પણ કેટલાક બાળકો બળીને ભડથું થઇ ગયા હતા. ૧૯ બાળકોના મોતથી સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. તેમજ ગુજરાત સરકાર પણ આગની આ ઘટનાથી હચમચી ઉઠી હતી. તેમજ આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીને ધ્યાનમાં લઇ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
જેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશથી સમગ્ર ગુજરાતમાં ફાયરસેફ્‌ટી લઈ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા ધાનેરા થરાદ દિયોદર ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જાહેર શોપિંગ સેન્ટરો હોટલો શાળાઓ દવાખાનાઓ તેમજ
ગેરકાયદેસર રીતે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં રજાના દિવસે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પાલનપુરમાં વહેલી સવારે અલગ-અલગ ચાર ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પાલનપુર ગઠામણ ગેટ
પાસે આવેલ ટાર્ગેટ ટ્યુશન ક્લાસીસ માં તપાસ હાથ ધરતા અહીં ટ્યુશન ક્લાસીસ છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલતું હોવાનું બહાર આવ્યું છે આ ક્લાસીસમાં અંદાજે ૭૦ થી વધુ બાળકો ક્લાસ માટે આવતા હતા ત્રીજા માળે આવેલા ક્લાસીસ માં કોઈપણ પ્રકારની ફાર સેફટીની સુવિધા કે કોઈપણ પ્રકારની અન્ય મંજૂરી પણ લીધી ન હતી જોકે શિક્ષણ વિભાગે હાલમાં આ ક્લાસીસના સંચાલકને ક્લાસ બંધ કરી જરૂરી મંજૂરી બાદ શરૂ કરવા માટે સૂચના આપી હતી તેમજ શિક્ષણ વિભાગની કાર્યવાહીના સમાચાર મળતા અન્ય સંચાલકો ફરાર થઈ ગયા હતા.
ડીસા શહેરની નામચીન શાળા આદર્શ હાઇસ્કુલમાં ફાયર સેફટી નો અભાવ જોવા મળ્યો હતો ત્યારે ડીસાની ૬૦ વર્ષ જૂની આદર્શ હાઇસ્કુલમાં કોઈ પણ જાતની ફાયરસેફ્‌ટી જોવા મળી ન હતી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરતા ૨૦૦૫ ની સાલમાં એક્સ્પાયર થયેલા ફાયર સેફ્‌ટીના સાધનો જોવા મળ્યા હતા જોકે આ સાધનોમાં કોઈ જાતનો ગેસના હોવાના કારણે શોભાના ગાંઠીયા સમાન જોવા મળ્યા હતા. આ શાળાના ભોયરામાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેમાં ૫૦ થી વધુ કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા છે પણ આ કોમ્પ્યુટર રૂમમાં કોઈ પણ જાતની ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ નહોતી જેને લઇ તંત્ર દ્વારા ડીસાની આદર્શ હાઇસ્કુલ ના કોમ્પ્યુટર લેબ ને સીલ કરવામાં આવી છે તેમજ ડીસા શહેર ની અન્ય વિમલ પારસ શોપીંગ સેન્ટરમાં આવેલ ચામુંડા એકેડમી, અંકુર ક્લાસીસ અને આશીર્વાદ કોમ્પ્યુટર ક્લાસીસ ને પણ સીલ કરવામાં આવેલ છે તેમજ બિઝનેસ વર્લ્ડમાં આવેલ વિનર્સ એકેડમી ને પણ સીલ કરવામાં આવી હતી.
ધાનેરા નગરપાલિકા વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ટીમો બનાવી ધાનેરામાં ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસ ની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જે ક્લાસીસમાં ફાયર સેફ્‌ટીના સાધનો ન હતા તેવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી આ તપાસને લઈ મોટાભાગના ક્લાસીસના સંચાલકો પોતાને હાટડીઓ બંધ કરીને ભાગી ગયા હતા સાથે સાથે ફાયર સેફટી વગર ની હોસ્પિટલો તેમજ શોપિંગ સેન્ટરો ની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી
દિયોદરમાં વગર મંજૂરી અને ફાયર સેફટી વગર નિત્ય નિયમોના સરેઆમ ઉલ્લંઘન કરતા શાળા ટ્યુશન લાયબ્રેરી તેમજ કોચિંગ ક્લાસીસ નોટિસ આપી હજાર રૂપિયા દંડ ભરી સત્વરે ફાયર સેફ્‌ટીના સાધનો વસાવી અને લાયસન્સ બે દિવસમાં મેળવી લેવાની સુચના આપવામાં આવી હતી અને તેમ છતાં ચૂકશો તો કાયદેસર કાર્યવાહી કરીને ગુનો દાખલ કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું . માત્ર હજાર રૂપિયા દંડ શું તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈની દબાવમાં છે કે કેમ ચર્ચાતો સવાલ ?
શું સુરતમાં આ ઘટના બની ના હોત તો શું તંત્ર દ્વારા સેફટી ને લઈને તપાસ હાથ ધરાઈ હોત? લોકોમાં ચર્ચા તો સવાલ.


Download Our B K News Today App



Related News