બનાસકાંઠા જિલ્લામાં વિભાગીય કચેરી દ્વારા બસોનું ચેકિંગ હાથ ધરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 11:49:48
  • Views : 384
  • Modified Date : 2019-10-19 11:49:48

ડીસામાં  મધ્યસ્થ કચેરીના આદેશ અનુસાર બસના ડ્રાઇવર અને કંડકટરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં  આલ્કોહોલ પીધેલ છે કે નહીં. વાહનવ્યવહાર નિગમની  ડીસા ખાતે ત્રણ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી બસોના માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે જેના કારણે અત્યાર સુધી અનેક લોકોએ આવા અકસ્માતોમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે  ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની તમામ જગ્યાઓ પર બસના ડ્રાઇવર અને કંડકટરનું આલ્કોહોલ બ્રિથ એનાઇજર મશીન દ્વારા આલ્કોહોલ પીધેલ છે કે નહીં તે માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ખાતે મધ્યસ્થ કચેરીના આદેશ અનુસાર તમામ રૂટના બસના ડ્રાઇવર અને કંડકટરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ખાતેથી અમદાવાદ વાહન વ્યવહાર નિગમની ત્રણ ટીમ બનાવી ડીસા બસ સ્ટેશનમાં આવતી તમામ બસોના ડ્રાઇવર અને કંડકટર આલ્કોહોલ પીધેલ છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ ખાતેથી આવેલા સીક્યુરિટી ઇસ્પેક્ટર ડી.એસ.સતીતે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વધી રહેલા અકસ્માતોના કારણે અમારા દ્વારા તમામ રૂટોના બસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં ડ્રાઇવર-કંડકટર આલ્કોહોલ પીધેલ છે કે નહીં તે માટેની તાપસ હાથ ધરવામાં આવી હતી. જેના કારણે અવાર નવાર વધી રહેલા અકસ્માતના બનાવો અટકાવી શકાય.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌથી વધારે લોકો સરકારી બસોમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે આ મુસાફરોની સાવચેતીને ધ્યાનમાં રાખી વિભાગીય કચેરી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગનું મુખ્ય કારણ એ હતું કે દિવાળીના તહેવારોમાં મુસાફરોની સંખ્યા વધારે હોય છે ત્યારે બસોમાં કોઈ આકસ્મિક બનાવ ન બને તે માટે ગુજરાતની તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ડીસામાં પણ વિભાગીય કચેરી દ્વારા બસના ડ્રાઇવર અને કંડકટરનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અત્યાર સુધી તો કોઈપણ આલ્કોહોલ પીધેલ ડ્રાઇવર કે કંડકટર મળ્યા નથી. પરંતુ જો આગામી સમયમાં બસના ડ્રાઇવર-કંડકટર કોઈપણ આલ્કોહોલ કે હાલતમાં મળશે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News