ઓનલાઈન લોનના નામે ઠગાઈ, લોન તો ના મળી, ઉપરથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગુમાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-17 12:22:07
  • Views : 45
  • Modified Date : 2025-04-17 12:22:07

વડોદરાઃ સોશ્યલ મીડિયા , ઓનલાઈન નાણાકીય વ્યવહારોના વધેલા ચલણના કારણે લોકોને  જાત-જાતની રીતે ઠગનારા સાયબર ક્રિમિનલ્સનો પણ રાફડો ફાટયો છે.

આવા એક કિસ્સામાં અન્ય રાજ્યમાંથી વડોદરા આવીને રહેતી અને એક કંપનીમાં નોકરી કરતી યુવતીએ  લોન માટે ગૂગલ પર સર્ચ કર્યુ હતું.તેને ફેસબૂક પર ફિનો પેમેન્ટસ બેન્કના નામની જાહેરાત દેખાઈ હતી.તેને તેમાં રસ પડયો હતો.તેણે લોન માટે એપ્લાય કરતા જ ગણતરીની મિનિટોમાં લોન મંજૂર થઈ છે અને બેન્ક એકાઉન્ટમાં થોડી વારમાં પૈસા જમા થઈ જશે તેવો મેસેજ પણ આવ્યો હતો.

વડોદરાના સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળી કહે છે કે, આ યુવતીને વોટસએપ પર બેન્કના એસોસિએયેટસના નામથી કોઈએ મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે, તમારુ અગાઉનું ટ્રાન્ઝકેશન ફેલ ગયું છે.મેસેજ કરનારે લિન્ક મોકલીને ફરી રજિસ્ટર કરવા માટે કહ્યું હતું.આ લિન્ક પર યુવતીએ ક્લિક કરતા જ ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે ૨૬૩૦૦ રુપિયાની માગણી કરતો બીજો મેસેજ આવ્યો હતો.આ પૈસા ચૂકવી દીધા બાદ લોનની રકમ તો મળી નહોતી અને તેના બેન્ક ખાતામાંથી પણ પૈસા કપાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News