અમદાવાદના ગરીબોને જમાડનાર લોકોની કદર નથી, થાળીમાંથી કોળીયો ભર્યા વગર ડોલમાં ઠાલવી દે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 13:02:25
  • Views : 487
  • Modified Date : 2020-11-11 13:02:25

               શહેરમાં દરરોજ અનેક લોકો પોતાના શ્રદ્ધા અને પૂણ્ય કમાવવા માટે નાનું મોટું દાન કરતા હોય છે.આ માટે કેટલાક લોકો ગરીબ કે ફકીરને મૂંગા દિવ્યાંગ લોકોને મદદ કરવાનું માનતા હોય છે. બીજી તરફ અમુક વારે લોકો ખાસ ગરીબોને જમાડતા હોય છે. જે માટે શહેરના અનેક સ્થળે ફકીરને જમાડવા માટેની દુકાનો છે જેની બહાર અનેક ગરીબ જેવા દેખાતા લોકો લાઈન લગાવીને જમતા હોય છે. પણ આવા એક સ્થળે ગરીબો જમવાનું તો લે છે પણ જમવાનું મોઢામાં નાખ્યા વગર સીધું ડોલમાં નાખી દે છે અને ફરી ભુખ્યાની લાઈનમાં બેસી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કોટ વિસ્તારમાં આવી રીતે ફકીરો અને ગરીબોને પોતાની દુકાનની બહાર બેસી રાખવા માટે કેટલાક લોકો રોજના રૂપિયા પણ આપતા હોય છે.શહેરમાં કોટ વિસ્તારમાં અનેક સ્થળે ગરીબ લોકો પોતાની ભૂખ મીટાવવા માટે આમ તેમ ફાંફાં મારતા હોય છે. જેમાંથી કેટલાક લોકો ખરેખર દયનીય હાલતમાં હોય છે. જ્યારે કેટલાક તો રીતસર ડોળ કરતા હોય છે.આજે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા આવા એક ફકીર જમાડવાના દુકાને તપાસ કરતા ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં એક દુકાનમાં રોજ કેટલીક મહિલાઓ તેના માસૂમ બાળકો સાથે બેઠી હોય છે. આ બાળકો અને મહિલાઓ એટલી બિચારી લાગતી હોય છે કે ત્યાં પસાર થતાં લોકો તેમને મદદ કરવાના આશયથી જમવાના રૂપિયા આપીને જતા હોય છે.આ જગ્યાએ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે મહિલાઓ જ્યારે કોઈ દાન કે મદદ કરવા આવે તો તેને જોઈને કાઉન્ટર તરફ જાય છે અને પછી જમવાનું લઈને પોતાની જગ્યાએ બેસી જાય છે. થોડીવાર બાદ જેવા દાન કરનાર મહિલા કે પુરુષ ત્યાંથી જાય તો તેઓ જમવાનું સીધું ડોલમાં નાખી દે છે. જ્યારે ફરી નવા દાન કરનારની રાહ જોવા લાગે છે. આમ રોજ આ પ્રમાણે આ મહિલાઓ એમના બાળકોને લઈને મદદના બહાને લોકોની શ્રદ્ધા આસ્થા સાથે ચેડાં કરે છે.

Download Our B K News Today App



Related News