વરસાદને પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 11:41:11
  • Views : 1178
  • Modified Date : 2020-05-06 11:41:11

એકબાજુ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજીબાજુ ઉનાળાનો સમય હોવાથી ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી પણ મળતું નથી. ત્યારે દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામના ખેડૂત
પરિવારના મકાન પર વરસાદ અને પવનના કારણે ઘર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામના સિકંદર ખાન પહાડખાન ઉંમર ૫૫ વર્ષ અને તેમના પુત્ર મોહબ્બત સિકંદર ખાન ઉંમર ૨૩ વર્ષ અને તેમનો બીજો દીકરો સોહિલખાન સિકંદરખાન ઉમર ૨૦ વર્ષ  ખેડૂત પરિવાર
પોતાના ખેતરમાં આવેલ મકાનમાં રહેતા હતા. ત્યારે કાલે રાત્રિના સમયમાં નવ વાગ્યાના આસપાસ વરસાદને વાવાઝોડુ પૂરજોશમાં આવતા વરસાદ અને વાવાઝોડાથી બચવા માટે ખેડૂત પરિવાર પોતાના ખેતરમાં આવેલ મકાનમાં આશરો લીધો હતો. ત્યારે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી ત્યારે પિતા-પુત્રોને ગંભીર ઇજાઓ થતા પાલનપુર જનરલ
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જતા જ દર્દીની તપાસ કરતા ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે સિકંદર ખાનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને બંને બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો ત્યારે ખેડૂત પરિવારના બંને બાળકોને પોતાના પિતાની છત્રછાયા ગુમાવવી પડી હતી.


Download Our B K News Today App



Related News