ધાનેરાના કોટડા ગામના ગરીબ દબાણદારો છત વિહોણા થતા રામભરોસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 11:35:33
  • Views : 538
  • Modified Date : 2020-06-30 11:35:33

ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામે ગૌચરમાં તમામ દબાણો દૂર કરવામાં આવતા કેટલાક પરીવાર ઘર વિહોણા બની જવા પામ્યા હતા. આવા પરીવારનો સામાન તેમજ તેઓ ખુલ્લા આકાશમાં રામ ભરોસે બેઠા હોવાથી ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે તંત્રને આ લોકોને ચોમાસામાં રહેવાની વ્યવસ્થા કરવા માટે તાકીદ કરી હતી.
કોટડા(ધા) ગામે તાલુકા પંચાયતની ટીમ દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક પરીવારો બેઘર બન્યા હતા. જેમાં મોટા ભાગના લોકો દલીત અને આદિવાસી હતા. તેમના ઘરો આ દબાણમાં પાડી દેવામાં આવતા આ પરીવારો ઉપર આભ ટુટી પડ્‌યુ છે. અને આ પરીવારો માટે હાલમાં ઉપર આભ અને નીચે ધરતી જેવો માહોલ તંત્ર દ્વારા બનાવી દેવામાં આવ્યો છે. જેથી આ પરીવારો પોતાના પરીવાર તેમજ ઘર વખરીને ખુલ્લામાં લઈને બેઠા છે. ત્યારે બીજી તરફ આ વરસાદી માહોલમાં તેઓ રામ ભરોસે બેઠા છે. જ્યારે દબાણો તોડવામાં આવ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ લોકોને થોડા સમય પુરતા શાળામાં રહેવા માટેનું વચન આપવામાં આવેલ. પરંતુ તેમને શાળામાં શરણ ન મળતા હાલ પોતાના ટુટેલા ઘરની આગળ ખુલ્લામાં બેઠા છે. જેથી સોમવારે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ
 પટેલે આ લોકોની મુલાકાત લીધી હતી. ત્યારે દબાણદારોએ પોતાની વેદનાની હૈયાવરાણ ધારાસભ્યને કહી હતી. જેથી ધારાસભ્યએ તાલુકા વિકાસ અધિકારીને ટેલીફોનિક દ્વારા આ લોકોને ચોમાસામાં રહેવા માટે તાત્કાલિક સગવડ કરાવે તેવી તાકીદ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News