જિલ્લા પંચાયતમાં ભાજપના હોદ્દેદારોએ કથા કરી, ચાર્જ આજે લેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:15:48
  • Views : 238
  • Modified Date : 2021-03-18 11:15:48

ગાંધીનગર જિલ્લા
પંચાયતમાં ભાજપે બહુમતિ મેળવ્યા બાદ આજે બુધવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ઓપચારીકતા પુરી કરાઇ હતી. ગઇ કાલે ફોર્મ ભર્યા બાદ જ બિનહરિફ થઇ ગયા હતા. આજે કલેક્ટરની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ તરીકે દિલીપ પટેલ અને ઉપપ્રમુખ પદે ગુણવંતસિંહ ચાવડાની વરણી કરાઇ હતી. વરણી કરાયા બાદ ભાજપના હોદ્દેદારોએ સત્યનારાયણ ભગવાનની કથા કરી હતી. જ્યારે ચાર્જ આજે ગુરૂવારે શુભ મુહૂર્તમાં લેવામાં આવશે.
જાેકે, ઉત્સાહના અતિરેકમાં ભજપના કાર્યકરો સોશિયલ ડીસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. બીજી તરફ સમગ્ર સંકુલને ફેસરીયા ફુગ્ગા લગાવી શણગારવામાં આવ્યું હતું. પ્રમુખ બન્યા બાદ દિલીપ પટેલે મીડીયાને જણાવ્યુ હતુ કે, ગાંધીનગર જિલ્લાના તમામ પ્રશ્નોને વાચા આપવામાં આવશે. રોડ, રસ્તા અને પાણીની સુવિધા પહેલા પુરી પડવામાં આવશે. તે ઉપરાંત કિન્નાખોરી રાખ્યા વિના જિલ્લાના વિકાસને પ્રાધાન્ય અપાશે.

Download Our B K News Today App



Related News