અમદાવાદમાંથી કાશ્મીરી ચરસ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 11:27:43
  • Views : 465
  • Modified Date : 2019-04-13 11:27:43

 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ કિલો ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીઓની સરદારબાગ પાસેથી ધરપકડ કરી લીધી છે. આ ચરસનો જથ્થો કશ્મીરના બાલાકોટ વિસ્તારમાંથી લાવામાં આવ્યો હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોંઘા ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમાંથી બે કાશ્મીરી યુવક હોવાનું સામે આવ્યું છે, જયારે અન્ય ત્રીજો આરોપી હર્ષ ઉફે ચકો શાહ દરિયાપુર કડીયાનાકાનો રહેવાસી છે. હાલ પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ત્રણેય શખ્શોમાંથી હર્ષ ઉર્ફે ચકો છેલ્લા દોઢેક વર્ષથી ચરસની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કરી છે.


Download Our B K News Today App



Related News