દ્વારકાના દરિયાકાંઠેથી કરોડોનું ચરસ ઝડપાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-09 17:26:32
  • Views : 69
  • Modified Date : 2024-06-09 17:26:32

 ગુજરાતના દરિયા કિનારા પરથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક દિવસથી દરિયાકિનારે ડ્રગ્સના જથ્થા ઝડપાઈ રહ્યા છે. આવી જ એક ઘટના ફરી વાર સામે આવી છે. દ્વારકાના દરિયાકાંઠેથી કરોડોનું ચરસ ઝડપાયુ છે.દ્વારકાના વરવાળા અને રૂપેણ બંદર નજીક દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતના 30થી વધુ બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી છે. એકપછી એક ચરસના પેકેટ મળતા SOGના જવાનોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.મહત્ત્વનું છે કે આ અગાઉ નાવદ્રા બંદરેથી રૂપિયા 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો હોટસ્પોટ બની ગયો છે ? અવારનવાર મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી મળી આવે છે. જો કે હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Download Our B K News Today App



Related News