પાલનપુર નજીકથી ઓવરલોડ માર્બલનું વહન કરતાં ચાર ટ્રકો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 10:45:45
  • Views : 456
  • Modified Date : 2019-05-06 10:45:45

બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા જિલ્લામાં રેતી અને ખનીજ ચોરી કરતાં તત્વો સામે લાલ આંખ કરી કરોડો
રૂપિયાનો દંડ તેમજ રોયલ્ટીઓ વસુલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે. તેમની આ કાર્યવાહી નવાવર્ષમાં ચાલુ છે. જ્યાં શુક્રવારે
 પાલપુરના મેરવાડા તેમજ જલોત્રા નજીક ઓવરલોડ ખનીજ અને સ્ટોન ભરીને પસાર થતાં ચાર ટ્રકો ઝડપી લઇ
રૂપિયા ૧ કરોડનો મુદ્દામાલ કબ્જે લઇ ૮.૫૦ લાખનો દંડ ફટકારાયો હતો.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી દ્વારા ખનીજ અને રેતી માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી કરોડો રૂપિયાનો દંડ અને રોયલ્ટી વસુલી સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા છે. તેમની આ કાર્યવાહી નવા વર્ષમાં પણ ચાલી રહી છે. જ્યાં જ્યાં શુક્રવારે પાલપુરના મેરવાડા તેમજ જલોત્રા નજીક ઓવરલોડ ખનીજ અને સ્ટોન ભરીને પસાર થતાં ચાર ટ્રકો ઝડપી લઇ રૂપિયા ૧ કરોડનો મુદ્દામાલ કબ્જે લઇ ૮.૫૦ લાખનો દંડ ફટકારાયો હતો. જેના પગલે ગેરકાયદેસર ખનીજ, રેતી, કપચીનું વહન કરતાં તત્વોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News