ડીસા કોલેજમાં વીડિયો વાયરલ કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 11:37:48
  • Views : 377
  • Modified Date : 2019-10-17 11:37:48

ડીસા કોલેજ પાસે વિદ્યાર્થીઓને ડરાવતા ત્રણ યુવકો ૨ વીડિયો વાયરલ કરતા વાલીઓ તથા વિવિધ સંગઠનોમાં ખળભળાટ મચી ગયો હતો. મોડી સાંજે કાળા
કપડાં પહેરી   મોઢા પર સફેદ તથા વિચિત્ર મેકઅપ કરી વિદ્યાર્થીનીઓને ડરાવવા તથા સતામણી કરવા અસભ્ય વર્તન કરી વિદ્યાર્થીઓનો પીછો કરી છેડતી કરી સમગ્ર બનાવ મોબાઈલ વીડિયો રેર્કોડિંગ કરવો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મામલે ચાર શખ્સો વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વેપારી મથક ડીસામાં સોમવારે કોલેજ પાસે વિદ્યાર્થીનીઓને ડરાવતા ત્રણ યુવકોના વીડિયો વાયરલ થતાં વાલીઓ સહિત સામાજિક સંગઠનોમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં ટપોરીઓએ બિહામણો ચહેરો બનાવ્યો હતો. બાદમાં વાલી મંડળ સંગઠન તથા વિશ્વ હિન્દુ પરિષદ સહિત તમામે આ વીડિયો બનાવનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાત્રે ડીસાના ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે કોલેજમાં પરીક્ષા ચાલુ હોવાથી તેઓ તેમની બહેનપણી સાથે પરીક્ષા આપવા માટે ગયા હતા. ૨ઃ૩૦ પેપર
પૂર્ણ કરી કોલેજથી ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન કોલેજ નજીક ચાલતા રોડ ઉપર જતા હતા. તે દરમિયાન બપોરે પોણા ત્રણ વાગ્યાના સમયે કોલેજ કંપની દીવાલ પાસે ત્રણ છોકરાઓ ડરામણી વેશભૂષા ધારણ કરી કાળા કપડાં સફેદ બૂટ તથા મોઢા પર વિચિત્ર મેકઅપ કરી ઉભા હતા દરમિયાન તેઓ થોડાક આગળ જતા આ તમામે તેમનો પીછો કર્યો હતો. છોકરાઓ તેમની
પાછળ ધસી આવી તેમની સામે જોઈ ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓ ડરના માર્યા આગળ દોડયા હતા. જોકે આ હરકતો સીસીટીવી પાર્લરથી માડી બગીચા સર્કલ સુધી ચાલી હતી. જોકે સમગ્ર ઘટનાનું એક છોકરો મોબાઈલ વિડીયોગ્રાફી કરતો હોય તેમ વિદ્યાર્થીઓને લાગ્યું હતું. બનાવના પગલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગઈ હતી. જોકે ૧ સાંજના ૬ઃ૦૦ તેમના મોબાઈલ ઉપર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની તેમને વોટ્‌સઅપ વીડિયો મોકલ્યો હતો. જે વીડિયો જોતા અજાણ્યા ચાર છોકરાઓએ તેમની સાથે જે કૃત્ય આચર્યુ હતું.  તે વીડિયો જોતા વિદ્યાર્થીને ગભરાઈ ગઈ હતી અને વીડિયો વાઇરલ થવા અંગે તેમના ક્લાસ ટીચરને જાણ કરી હતી. બાદમાં આ અંગે તેઓએ કોલેજના આચાર્યને જાણ કરી હતી. જેથી સમગ્ર બનાવ નો મોબાઈલ વિડિયો રેર્કોડિંગ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી ગુનો કરવા અંગે ચાર શખ્સો વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

Download Our B K News Today App



Related News