લાખણીના કુડામાં પરિવારના ચાર સભ્યોની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 10:34:15
  • Views : 535
  • Modified Date : 2019-06-22 10:34:15

લાખણી તાલુકાના કુડા ગામે રહેતા એક જ પરિવારના ચાર સભ્યોને રાત્રિના સમયે ગળાના ભાગે કુહાડી જેવા હથિયારના ઉપરાછાપરી ઘા મારી નિર્મમ હત્યા કરાતા વહેલી સવારે જ લોકોના ટોળા ઉમટી પડયા હતા. જ્યારે
પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ઘટના સ્થળનું પંચનામું કરી
તપાસ હાથ ધરી હતી. ચારેય લાશોને લાખણી રેફરલ
હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડી હતી. જોકે હત્યાનું કારણ અને હત્યારા વિશેનું રહસ્ય અકબંધ રહ્યું હતું.
લાખણીના કેશરસિંહ ગોળીયા ગામના કરશનજી સોનાજી પટેલનો પરિવાર આર્થિક ભીડમાં આવી જતાં તેમની જમીન વેચી કુડા ગામે વાસણ ગામના રસ્તા ઉપર નવી જમીન ખરીદી છેલ્લા એક વર્ષ ત્યાં રહેવા ગયો હતો. જે ગતરાત્રે પોતાના ઘરે સુઇ રહ્યા હતા ત્યારે રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમે કુહાડી જેવા હથિયારથી આંગણામાં સુતેલા મોટા પુત્ર તેમજ ઘરની નજીક ઢાળીયામાં સૂતેલા પÂત્ન, પુત્રી તેમજ નાના પુત્રના ગળાના ભાગે આડેધડ ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. જ્યારે તે પોતે આંગણામાં ઝેરની અસરથી તરફડિયા ખાતા પડ્‌યા હતા. જે હૃદય કંપાવતી ઘટનાની ખબર પડતા જ આડોશી પાડોશીઓએ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી વાન તેમજ પોલીસ સ્ટેશને જાણ કરતા કરશનજીને ૧૦૮ મારફતે પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડ્‌યા હતા. જ્યારે પોલીસે ઘટનાસ્થળે
પહોંચી પંચનામુ કરી ચારેય લાશોને પી.એમ અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે સમગ્ર લોકો એક જ
પરિવારના ચાર સભ્યોના હત્યારાના રાક્ષસી કૃત્ય ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. જે ઘટનાની જાણ થતાં શંકરભાઈ ચૌધરી, માવજીભાઈ પટેલ, બાબરાભાઈ પટેલ, હેમરાજભાઈ પટેલ, તેજાભાઈ ભુરીયા વગેરેએ ઘટનાસ્થળે પહોંચી
પરિવારના સભ્યો, સમાજના લોકો અને ગ્રામજનોને આશ્વાસન આપી તંત્ર ઉપર ભરોસો રાખવાની અપીલ કરી હતી.


Download Our B K News Today App



Related News