સાંચોર તાલુકાના વિરોલ ગામે ગેસ લીકેજથી આગ લાગતા ચાર લોકોની હાલત ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 11:30:16
  • Views : 464
  • Modified Date : 2019-09-20 11:30:16

રાજસ્થાનના સાંચોર તાલુકાના અને ધાનેરાની
બોર્ડર ઉપર આવેલ વિરોલ ગામે મકાનમાં ગેસના બાટલાથી થયેલ ગેસ લીકેજના કારણે આગ લાગતા ધાનેરાના બે ગવારીયા સહિત મકાન માલિકના પરિવારના બે સભ્યો પણ આ આગમાં સપડાતા તેમને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની સરકારી હોÂસ્પટલ ખાતે લવાયા હતા. પરંતુ ચારેય લોકોની હાલત ગંભીર હોવાથી પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા.
સાંચોર તાલુકાના વિરોલ ગામે રહેતા લાધુસિંહ
રાજપૂતના ઘરે ગુરૂવારના સાંજના સુમારે પોતાના
પÂત્ન અને પોતાની દીકરી ઘરે હતા. ત્યારે ધાનેરાથી સાડીઓનો વેપાર કરતા સગતાભાઇ ગવારીયા પોતાની પÂત્ન સાથે સાડીઓ અને અન્ય સામાનનો વેપાર કરતા કરતા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં લાધુસિંહના પÂત્નએ સામાન લીધો હતો અને વેચાણ કરવા આવેલા લોકોને કહેલ કે બેસો ચા બનાવુ તેમ કહી ચા બનાવવા રસોડામાં ગયા. ત્યારે અચાનક ગેસ લીકેજ હોવાથી આગ લાગી હતી અને ત્યાં બેઠેલા લોકો પણ આ આગની લપેટમાં આવી ગયા હતા. તેમને બુમાબુમ કરતા અન્ય લોકો દોડી આવેલ અને આ ચારેય લોકોને તાત્કાલિક પ્રાઇવેટ વાહન મારફત ધાનેરાની સરકારી હોÂસ્પટલમાં લાવવામાં આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટર દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ વધારે દાઝેલા હોવાથી ચારેય લોકોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News