બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો કાંકરેજ પાસે ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 11:47:57
  • Views : 286
  • Modified Date : 2021-03-07 11:47:57

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ન જેવા
પૈસા કમાવાની લ્હાયમાં રેતીની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી છે. પરંતુ સતત બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા અત્યાર સુધી કરોડો રૂપિયાની ગેરકાયદેસર રેતી ઝડપાઈ છે. ત્યારે વધુ ચાર ડમ્પર
ગેરકાયદેસર રેતી ભરેલા
કાંકરેજ પાસેથી ઝડપી પાડી ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
 પાલનપુર- રાધનપુર નેશનલ હાઇવે  પર પાલનપુર જિલ્લા ભૂસ્તર ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા રોયલ્ટી પાસ પરમીટ વગરની ચાર કંટેઈનર ટ્રકો ઝડપાઈ. રાજસ્થાન પાસિંગની ચાર ટ્રકો આવો માલ ભરીને મોરબી તરફ જતી હતી ત્યારે જિલ્લા ભૂસ્તર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરીને ઝડપી
પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસનદીના પટમાં રેતીનું ખનન અને રોયલ્ટી વગર રાત દિવસ હેરાફેરી કરવાનો કાળો કારોબાર ચાલે છે તેની સામે તપાસ ક્યારે ? લોકો મુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News