કંસારી નજીકથી રોયલ્ટી ચોરી કરતાં ચાર ડમ્પર ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:36:08
  • Views : 334
  • Modified Date : 2020-12-10 11:36:08

ડીસા તાલુકાના કંસારી નજીકથી રોયલ્ટી ચોરી કરી પસાર થઇ રહેલ ચાર ડમ્પરને ખાણ અને ખનીજ વિભાગ બનાસકાંઠા દ્વારા ઝડપી પાડી રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦.૫૦ લાખનો દંડ ફટકારતા રોયલ્ટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાંથી અવારનવાર રોયલ્ટી ચોરી થતી હોવાની માહિતી ખાણ અને ખનિજ વિભાગને મળી હતી. આથી બનાસકાંઠા જિલ્લા ખાણ અને ખનિજ વિભાગના ભૂસ્તર અધિકારી સુભાષ જાેષીની સુચનાથી અધિકારીઓ દ્વારા ખાનગી વાહનમાં રોયલ્ટી ચેક કરવા માટે નિકળ્યા હતાં. જે દરમ્યાન બુધવારે વહેલી સવારે ડીસા તાલુકાના કંસારી નજીકથી રેતી ભરીને પસાર થઇ રહેલ ચાર ડમ્પરોને રોકી રોયલ્ટી અંગે પુછપરછ કરતાં કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો. આથી ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ એ રેતી ભરેલા જીજે ૦૮ એયુ  ૨૮૩૩, આર.જે. ૪૬ જીએ ૨૪૩૩, જીજે ૦૮ એયુ ૬૧૨૨ અને જીજે ૦૮ વાય ૪૭૪૮ નંબરના ડમ્પરને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ચારેય ડમ્પરનો રૂપિયા ૧૦.૫૦ લાખ દંડ ફટકારી રૂપિયા એક કરોડ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News