વડગામના પીરોજપુરા ગામેથી શંકાસ્પદ બાયોડીઝલનો પરદાફાર્શ કરતી છાપી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-13 11:38:37
  • Views : 514
  • Modified Date : 2020-09-13 11:38:37

વડગામ તાલુકાના છાપી
પાસે આવેલા પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર ગુરૂવારે એક દુકાનમાં શંકાસ્પદ બનાવટી બાયોડીઝલના વેચાણના નેટવર્કનો પરદાફાર્શ કરી કુલ રૂ. ૮૭૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ છાપી
 પીએસઆઈ એસ.ડી.ચૌધરી, તેમજ પ્રવિણસિંહ, યાજ્ઞિકભાઈ, મહેન્દ્રભાઈ અને ચેતનસિંહ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળતા પીરોજપુરા નજીક હાલીમા ફાર્મ નજીક આવેલા શાન કોમ્પ્લેક્ષમાં આવેલ સોનુ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં છાપો મારતા દુકાનમાંથી કોઈ
પણ પ્રકારની મજૂરી વગર દુકાનમાં શંકાસ્પદ બનાવટી બાયોડિઝલના જથ્થા સહિત બાયો ડીઝલ બનાવવાનું કેમિકલ મળી આવતા પોલીસે બાયોડિઝલ લીટર ૮૦૦ કિંમત રૂ. ૪૮ હજાર, બાયોડીઝલ બનાવવાનું બેઝ ઓઈલ લીટર ૩૦૦ કિંમત રૂ. ૧૮૦૦૦
પતરાની ટાંકી કિંમત
રૂ. ૫ હજાર ડીસ્પેન્સરી મશીન કિંમત રૂ. ૧૦ હજાર સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂ ૮૭૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી દુકાનને સિલ મારવામાં આવતા બનાવટી બાયોડીઝલના વેચાણનો પર્દાફાસ કરી દુકાન માલીક રહીમભાઈ હુસેનભાઈ મેમન રહે. સિદ્ધપુર તેમજ હારૂનભાઈ રશીદભાઈ મેમન રહે. સિદ્ધપુર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આર.આર.સેલ ભુજ રેંજ દ્વારા બે દિવસ અગાઉ શેરપુરાની સીમમાં આવેલ એક બાયોડિઝલના પંપ ઉપરથી બાયોડિઝલના નામે શંકાસ્પદ ૩૧ હજાર લીટર ઇંધણ ઝડપી
પાડ્યું હતું.

Download Our B K News Today App



Related News