ડીસા-પાટણ હાઈવે પર ઘેટા બકરા ભરેલું પીકપ ડાલુ પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 10:52:28
  • Views : 322
  • Modified Date : 2022-05-17 10:52:28


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલત ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટે છે ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોની લઈ હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા પાટણ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં પાટણ તરફથી પિકઅપ ડાલા માં ૨૫થી વધુ ઘેટા અને બકરા કરીને આવી રહ્યા હતા તે સમયે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પીક-અપ ડાલુ રોડ પર પલટી ખાઇ જવા પામ્યો હતો જેમાં રોડ પર ખેતરેથી ખાસ લઈને જઈ રહેલી દિકરીને અડફેટે લેતાં તેને નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા લોકોને જોઈ પિકઅપ ડાલા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જે બાદ આ સમગ્ર ઘટના બાબતે સ્થાનિક લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પિકઅપ ડાલા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે સવાર તમામ ઘેટા બકરાઓને સુરક્ષિત માજમ મા મૂકવામાં આવ્યા હતા. લોકોના જાણવા મુજબ પિક અપ ડાલા ભરેલા તમામ ઘેટા બકરા ઓને કતલખાને લઈ જવાના હતા જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ કરી હતી

Download Our B K News Today App



Related News