જડબાંનો રંગ બદલાઈ જાય અને અવાજ બદલાઈ જવો એ પણ કેન્સરનાં લક્ષણ છે, જાણો સૌથી વધારે થતાં 5 મોટાં કેન્સર અને એનાં લક્ષણો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 15:41:07
  • Views : 462
  • Modified Date : 2020-11-07 15:41:07

દેશમાં 2018માં કેન્સરના 10.16 લાખ નવા કેસ નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દર 10માંથી એક ભારતીયને કેન્સર થવાનું જોખમ છે. દર 15માંથી એક ભારતીયનું મૃત્યુ કેન્સરથી થઈ શકે છે. આ આંકડાઓ દર્શાવે છે કે કેટલો ઝડપથી કેન્સર પોતાનો વિસ્તાર વધારી રહ્યો છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેન્સરથી બચવું હોય તો એનાં લક્ષણોને અવગણશો નહીં. શરીરમાં કોઈપણ ફેરફાર દેખાય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. આજે નેશનલ કેન્સર અવેરનેસ ડે છે. આ પ્રસંગે મુંબઈની જસલોક હોસ્પિટલનાં મેડિકલ ઑન્કોલોજીનાં કન્સલ્ટન્ટ ડૉ. અંજના સેનાની પાસેથી જાણો કેન્સરનાં કયાં લક્ષણો દેખાય તો                 સાવધાન થઈ જવું અને કઈ આદતો કેન્સરનું જોખમ વધારે છેબ્રેસ્ટ કેન્સરના 75 ટકા કેસો મહિલાઓમાં હોર્મોન્સ પર આધારિત છે. એવી મહિલાઓ જે બાળકોને બ્રેસ્ટફીડ નથી કરાવતી, મેદસ્વિતાથી પરેશાન છે અને એક્સર્સાઈઝ નથી કરતી તેમને વધારે જોખમ રહે છે.આ કેન્સરનું જોખમ ઓછું કરવા માટે તમારે ધૂમ્રપાન, આલ્કોહોલ, હોર્મોન થેરપી અને ડીડીટી જેવાંબચવાની જરૂર છે.20 વર્ષની ઉંમરથી તમારાં બ્રેસ્ટની તપાસ કરાવો. એમાં ગાંઠ, આકારમાં ફેરફાર અને લિક્વિડ નીકળવા જેવાં લક્ષણ દેખાય તો અલર્ટ થઈ જવું. 40 વર્ષની ઉંમર બાદ વર્ષમાં એક વખત મેમોગ્રાફી જરૂરથી કરાવો. દરરોજ 30 મિનિટ સુધી એક્સર્સાઈઝ કરવી અને ખાણીપીણીમાં ફળ-શાકભાજીની માત્રા વધારવી.સર્વાઇકલ કેન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઇરસ છે. એક્સપર્ટ કહે છે કે એકથી વધારે પાર્ટનર સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બનાવવાથી આ વાઇરસનો ચેપ લાગવાનું જોખમ રહે છે.યોનિમાંથી કોઇ પ્રકારનું બ્લીડિંગ થાય, વધુ લિક્વિડ ડિસ્ચાર્જ થાય, વાસ મારવા પર અથવા સેક્સ દરમિયાન દુખાવો થાય તો અલર્ટ થઈ જાઓલાંબ સમયથી ઉધરસ, કફ અથવા એમાંથી લોહી આવે તો અલર્ટ થઈ જાઓ. શ્વાસની તકલીફ, છાતીમાં દુખાવો અને અવાજમાં ફેરફાર એ પણ કેન્સરની નિશાની છે.આ કેન્સરથી બચવા માટે તમાકુથી દૂર રહો. જો તમને કોઈ લક્ષણો દેખાય તો પછી તબીબી સલાહ લોતેને કોલોન કેન્સર પણ કહેવામાં આવે છે. જે લોકો વૃદ્ધ છે, જો કુટુંબના કોઈ સભ્યને કોલેરેક્ટલ કેન્સર થયું હોય તો એવા લોકોમાં આ કેન્સર થવાનું જોખમ રહેલું છે.ખોરાકમાં ઓછું ફાઇબર લેવું, એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવું, ડાયાબિટીઝ, ધૂમ્રપાન અને આલ્કોહોલ આંતરડાંના કેન્સરનું જોખમ વધારે છે.જો તમને લાંબા સમય સુધી કબજિયાત, ઝાડા રહેતા હોય અથવા મળનો રંગ બદલાયેલો જોવા મળે તો તબીબી સલાહ લો

.

Download Our B K News Today App



Related News