અંબાજી મંદિરમાં દર્શન કરવાના સમયમાં ફેરફાર થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 12:23:06
  • Views : 330
  • Modified Date : 2020-10-26 12:23:06

  યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રધ્ધાળુઓનો ઘસારો વધતાં માતાજીના દર્શન કરવા માટેનો સમય વધારવામાં આવ્યો હતો. દરમિયાન નવરાત્રિ પૂર્ણ થતાં હવે પુન: દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૨૬/૧૦/૨૦૨૦ થી આસો સુદ એકાદશી સુધી આરતી અને દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.

  સવારે આરતી : ૭-૩૦ થી ૮-૦૦ સવારે દર્શન : ૮-૦૦ થી ૧૧-૩૦ બપોરે દર્શન : ૧૨-૩૦ થી ૪-૧૫ સાંજે આરતી : ૬-30 થી ૭-૦૦ સાંજે દર્શન : ૭-૦૦ થી ૨૧-૦૦ કરવામાં આવ્યો. 

Download Our B K News Today App



Related News