બનાસકાંઠામાં પુનઃ વાતાવરણ પલટાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:25:16
  • Views : 498
  • Modified Date : 2019-05-15 12:25:16

આકાશમાં વાદળો ગોરંભાતા ખેડૂતો ચિંતિત : કમોસમી વરસાદની વકીબનાસકાંઠા જિલ્લામાં સપ્તાહ અગાઉ પૂર્વ વિસ્તારમાં હળવાથી ભારે કમોસમી વરસાદના ઝાપટા પડ્‌યા હતા. જેના પગલે ખેતીના પાકોને નુકશાન થયું હતુ. ત્યારે મંગળવારે પુનઃ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યાં આકાશમાં વાદળો ગોરંભાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.ગ્લોબલ ર્વોમિંગના કારણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી રૂતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. શિયાળા- ઉનાળામાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી ખાસ કરીને ખેડૂતોને મોટુ નુકશાન થતું હોય છે. ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં સપ્તાહ અગાઉ પૂર્વ વિસ્તારમાં હળવાથી ભારે કમોસમી વરસાદના ઝાપટા પડ્‌યા હતા. જેના પગલે ખેતીના પાકોને નુકશાન થયું હતુ. ત્યારે મંગળવારે પુનઃ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યાં આકાશમાં વાદળો ગોરંભાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ અંગે ખેડૂત પરથીભાઇ પટેલે જણાવ્યું હતુ કે, મોઘા બિયારણ અને ખાતર લાવી ખેડૂતો ખેતી કરે છે. જ્યારે પાક તૈયાર થાય છે. અથવા તો ઉગીને બહાર નીકળે છે. ત્યારે જ કમોસમી વરસાદ, વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાન થતું હોઇ ખેડૂતો માટે પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામે છે. વર્તમાન સમયે પણ જો કમોસમી વરસાદ- વાવાઝોડું ફૂંકાય તો બાજરીના પાકને વ્યાપક નૂકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. 


Download Our B K News Today App



Related News