સાબરકાંઠા જિલ્લાનામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-03 12:32:51
  • Views : 74
  • Modified Date : 2024-03-03 12:32:51

ઠંડીના વિદાયના અને ગરમીના દિવસોની શરુઆતે જ સાબરકાંઠામાં જાણે કે બરફ વર્ષા થઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે. વાત સાબરકાંઠાના ઈડર અને વડાલી વિસ્તારની છે. આ વિસ્તારમાં કરા વરસ્યા હતા. કરા વરસવાને લઈ ઘરના છત પર પણ સફેદ કરાની ચાદર પથરાવા લાગી હતી, તો સાથે જ ધોધમાર વરસાદ વરસવાને લઈ કરા છત પરથી સરકતા હોવાનો નજારો જોવા મળ્યો હતો.તો વળી ખેતર અને રસ્તાઓ પર પણ કરાને લઈ સફેદ ચાદર છવાઈ ગઇ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, જમીન પર સફેદ ચાદર છવાયેલી જોવા મળી રહી છે. કાશ્મીર જેવો માહોલ ઇડર અને વડાલીના કેટલાક ગામડાઓમાં જોવા મળ્યો હતો. 

Download Our B K News Today App



Related News