ચોમાસામાં ગાંધીનગર ખાડાનગરમાં પરિવર્તન : પાટનગરમાં ઠેર ઠેર આંતરિક માર્ગો તૂટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 12:43:48
  • Views : 220
  • Modified Date : 2021-07-31 12:43:48

      હજી તો ચોમાસુ શરૂ જ થયું છે ત્યાં ગાંધીનગરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. વરસાદના કારણે પાટનગરમાં અનેક એવા રોડ રસ્તા છે જે ખરાબ થઇ ચુક્યા છે. અમુક રોડ ઉપર ડામરની કાંકરિયો ઉઠી ગઈ છે. તો ક્યાંક સંપૂર્ણપણે મસમોટા ખાડા પડી ગયા છે. ઘ-૫ પાસે ખાડી બજારથી નીકળવાનો સર્વિસ રોડ પણ સંપૂર્ણપણે ખાડાવાળો થઈ ગયો છે એ રોડ ઉપર રોડ ઓછો અને ખાડા વધારે દેખાય છે. આ ઉપરાંત ઉદ્યોગ ભવનની અંદર પણ રોડ રસ્તાની હાલત ખરાબ છે. તેમજ કલેકટર કચેરી આગળ અને પોસ્ટ ઓફિસ આગળ પણ મસમોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા મોટા ઉપાડે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સતત એક્ટરોના આંતરિક રોડ માટે પણ ગ્રાન્ટ આપતાં રહે છે. પરંતુ તે ગ્રાન્ટમાં કેટલી ખાયકીના કારણે ચોમાસામાં તે રોડ રસ્તાની કામગીરી ઉભરીને બહાર આવે છે. તંત્રની નિષ્ક્રિયતા કામગીરીના કારણે રહીશો ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે આ ઉપરાંત શરૂઆતમાં જ વરસાદમાં રોડ રસ્તા જે ધોવાઈ ગયા છે તે તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં આવે તેવી નાગરિકો આશા રાખી રહ્યા છે. ટેક્સની સામે પ્રાથમિક સુવિધા સારી મળે તેની આશા રાખીએ છીએ ઃ નાગરિકો અમારા દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે તેની સામે અમને સુવિધા સારી મળે તેની આશા રાખવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા સુવિધાની સામે હલકી ગુણવત્તાવાળા રોડ મળે છે. જે માત્ર બે-ચાર દિવસના વરસાદમાં જ ધોવાઈ જાય છે. તંત્રની પોલ ખોલતા ખાડા આવ્યા સામે સરકાર દ્વારા ચાર હાથે ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ અધિકારીઓ દ્વારા તે ગ્રાન્ટમાં કેટલીક ખાયકીના કારણે માત્ર ચોમાસાના શરૂઆતના વરસાદમાં જ તે ભ્રષ્ટાચાર ફુલીફાલી ને બહાર આવી જાય છે અને આ ગ્રાન્ટોની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે અને અધિકારી એજન્સીઓને કેટલી છાવરી રહ્યા છે તે સ્પષ્ટપણે નાગરિકોને દેખાઈ આવે છે.

Download Our B K News Today App



Related News