ચંદ્રયાન-2 એ 2650 કિમી દૂરથી લીધી ચંદ્રની પ્રથમ તસવીર, જુઓ કેવો છે નજારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 12:30:43
  • Views : 592
  • Modified Date : 2019-08-23 12:30:43

ચંદ્રયાન-2એ 1 ઓગસ્ટે ચંદ્રની બીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી લીધો છે. જેના બાદ ચંદ્રયાન-2એ 2650 કિલોમીટરથી ચંદ્રની પહેલી અદભૂત તસવીર મોકલી છે. આ તસવીરને ઈસરોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી જાણકારી આપી છે.ચંદ્રયાન-2એ 21મી ઓગષ્ટે એટલે કે ગઈ કાલે બુધવારે ચંદ્ર ની તસવીરો લીધી હતી. ઇસરોએ  જણાવ્યું કે આ તસવીરમાં Mare Orientale basin અને અપોલો ક્રેટર્સ પણ જોઈ શકાય છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈસરોએ બુધવારે જાણકારી આપી હતી કે ચંદ્રયાન-2ને ચંદ્રની બીજી કક્ષામાં પહોંચવા માટે 1228 સેકન્ડ લાગ્યા. ચંદ્રની કક્ષાનો આકાર 118 કિમી ગુણ્યા 4412 કિલોમીટર છે. જેમાંથી થઈને સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે.

Download Our B K News Today App



Related News