ઈસરો ચંદ્રયાન-2 કરતા મોટુ મિશન લોન્ચ કરશે, જાપાનનો મળશે સાથ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 15:06:47
  • Views : 578
  • Modified Date : 2019-09-08 15:06:47

ચંદ્રયાન-2 થકી ભારતનુ ચંદ્ર પર પગ મુકવાનુ સ્વપ્ન સ્હેજ માટે સાકાર થતા ભલે રહી ગયુ હોય પણ હવે ચંદ્રયાન-2 કરતા પણ મોટા ગજાના મૂન મિશનની તૈયારી ઈસરો કરી રહ્યુ છે

ઈસરોના વૈજ્ઞાનિકોનુ સફળતા મેળવવાનુ ઝનૂન યથાવત છે. હવે ઈસરોએ  જાક્સા(જાપાન એરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી )સાથે મળીને ચંદ્ર પર ફતેહ મેળવવાનુ નક્કી કર્યુ છે. ઈસરો અને જાક્સા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન માટે એક સંયુક્ત મિશનને અંજામ આપવા પર વિચાર કરી રહ્યા છે. આ મિશનનો ઉદ્દેશ ચંદ્ર પર લેન્ડરને ઉતારવાનો અને તેની સાથે સાથે ચંદ્રની સપાટી પર માટીના નમૂના એકઠા કરીને તેને ધરતી પર લાવવાનો રહેશે.

આ સંયુક્ત મિશનને 2024માં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા ઈસરોનુ લક્ષ્યાંક 2022માં ગગનયાન મિશનનુ છે. જેમાં ઈસરો ભારતના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માંગે છે.

Download Our B K News Today App



Related News