ચંદ્રની ત્રીજી કક્ષામાં પહોંચ્યું, ઈતિહાસ બનાવવા માટે માત્ર 11 દિવસ બાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 13:35:50
  • Views : 466
  • Modified Date : 2019-08-28 13:35:50

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)એ 28 ઓગસ્ટે ચંદ્રયાન-2ને ચંદ્રની ત્રીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો છે. ચંદ્રયાન-2 ચંદ્રની ત્રીજી કક્ષામાં સવારે 9.04 કલાકે પહોંચ્યું છે. હવે ચંદ્રાયાન-2 ચંદ્રની ચારે બાજુ 179 કિમીની અપોજી અને 1412 કિમીની પેરીજીમાં ભમ્રણ કરશે. આ જ ઓર્બિટમાં ચંદ્રયાન-2 અગામી 2 દિવસ સુધી ચંદ્રના ચક્કર લગાવતુ રહેશે. બાદમાં 30 ઓગસ્ટે ચંદ્રયાન-2 ચંદ્રની ચોથી અને 1 સપ્ટેમ્બરે પાંચમી કક્ષામાં પહોંચશે.ઈસસરોના વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટ એટલે કે મંગળવારે ચંદ્રયાન-2ને ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રાયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરી હતી. ચંદ્રયાન-2ની ગતિમાં 90 ટકાનો ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો હતો કે તે ચંદ્રની ગુરત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાય નહિ. 20 ઓગસ્ટ એટલે કે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-2નો પ્રવેશ કરાવવો તે વૈજ્ઞાનિકો માટે ખૂબ જ પડકારજનક હતું. જોકે વૈજ્ઞાનિકોએ ખૂબ જ કુશળતાપૂર્વક આ કામને પણ પાર પાડ્યું.ઈસરો વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડરને 4 સપ્ટેમ્બરે ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચાડશે. આ કક્ષાથી અપોજી 35 કિમી અને પેરીજી 97 કિમી હશે. અગામી ત્રણ દિવસ સુધી વિક્રમ લેન્ડર આ કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવતુ રહેશે. આ દરમિયાન ઈસરો વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની તપાસ કરતા રહેશે.

Download Our B K News Today App



Related News