સુરતમાં પણ ચંડોળા તળાવ જેવી કાર્યવાહીઃ બાંગ્લાદેશીઓને તગેડશે સરકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-05 16:42:40
  • Views : 49
  • Modified Date : 2025-05-05 16:42:40

પહેલાગામ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશ અને પાકિસ્તાની નાગરિકો પર સરકાર તૂટી પડી છે. સુરત, અમદાવાદ, વડોદરામાં ખાસ ઑપરેશન હાથ ધરી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના ચંડોળા તળાવ આસપાસની ખૂબ મોટી જગ્યા ખાલી કરવામાં આવી હતી, જે બાંગ્લાદેશી વસાહતો માટે કુખ્યાત હતી. ત્યારે હવે આવી જ રીતે સુરતમાં પણ સરકાર ઘુસણખોરો સામે સખત કાર્યવાહી કરશે. આ મામલે રવિવારે મંત્રીમંડળે મહત્વી બેઠક લીધી હતી. જેમાં ઘુસણખોરોને આશરો આપનાર સામે પણ સખત કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ મામલે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કેન્દ્રની કેબિનેટ કમિટીની બેઠકમાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં રાજ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી. અમે ગુજરાતમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ઘુસણખોરોને પકડી પાડવાનો નિર્ણય લીધો હતો. ચાર મહિના પહેલા અમે 72 બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડ્યા હતા અને તેમાંથી 48ને કાઢી મૂક્યા હતા.

Download Our B K News Today App



Related News