ચંડીસરથી-પાંથાવાડા હાઇવે પર રેડિયમના અભાવથી અકસ્માતો વધ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 13:30:27
  • Views : 659
  • Modified Date : 2020-02-12 13:30:27

ચંડીસરથી પાંથાવાડા રોડ પર ચેતવણી સૂચક રેડિયમ ન લગાવવામાં ન આવતા અકસ્માતો વધી રહ્યા છે. આ અંગે તાલુકા સંકલનની મીટીંગમાં રજૂઆતો કરવા છતાં કામગીરી ન કરાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દાંતીવાડા પાંથાવાડા નેશનલ હાઇવે રોડ ઉપર બનેલ કોલોની નવીન કોર્ટની સામે રાત્રીના સમયે એક દૂધના ટેન્કર ચાલકને ઊંઘનું જોકુ આવતા ટેન્કર ડિવાઈડર સાથે અથડાઈ ડિવાઈડર ઉપર ચડી ગયું હતું. જે ટેન્કર રાજસ્થાનથી દૂધ લઈ પાલનપુર જઈ રહ્યું હતું. આમ આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બે દિવસ પહેલા પણ  વાઘરોળ સર્કલ જોડે રેડિયમ પટ્ટીઓ ન હોવાને લીધે વાહનચાલક દ્વારા ટક્કર મારી દેવામાં આવી હતી. આમ આર.એન્ડ.બી વિભાગના અધિકારીઓ દ્વારા રોડ પર ચેતવણી સૂચક રેડિયમ લગાવ્યા ન હોવાથી વાહનો સ્પીડમાં પસાર થઇ રહ્યા છે. ડિવાઈડર ઉપર એક પણ જગ્યાએ રેડિયમ લગાવેલ ન હોવાથી અનેકવાર વાહનચાલકો ભોગ બની ચૂક્યા છે.  જિલ્લા કલેકટર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ દાંતીવાડા વિસ્તારના રોડ ઉપર ડિવાઈડર ઉપર રેડિયમ સ્ટીકર લગાવવામાં આવે એવી વાહનચાલકો અને જનતાની માંગ છે.

Download Our B K News Today App



Related News