ચંડી યજ્ઞ યોજાયો ૧૧ હજારથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:59:39
  • Views : 539
  • Modified Date : 2019-04-20 05:59:39

વડલાવાળા મેલડી માતાજી મંદિરે મહાઆરતી તથા નુતન ધજા ચઢાવવામાં આવી અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં  ઐતિહાસિક મુનસર તળાવના કિનારા પર શ્રી  વડલાવાળા મેલડી માતાજી બિરાજમાન છે. શ્રી  વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમને શુક્રવારે ૩૧મો નવચંડી યજ્ઞ યોજાયો હતો. શુક્રવારે સવારે શાસ્ત્રોકત વિધીથી નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો  અને સાંજે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સાંજના સમયે શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિરે   મહાઆરતી કરવામાં આવી હતી અને નુતન ધજા ચઢાવવામાં આવી હતી. શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિરે માતાજીના ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૧૧ હજારથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ઉપરાંત માતાજીના માંડવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી વિરમગામના વડલાવાળા મેલડીમાં યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તા . ૩૧ - ૭ - ૧૯૮૭ થી બટુક ભોજન ચાલે છે અને મેલડીમાં યુવક મંડળ અને મહિલા મંડળ વિનામૂલ્યે સેવા આપે છે. દરેક તહેવાર પર બાળકોને તહેવાર મુજબ બટુક ભોજન કરાવીને ભેટ આપવામાં આવે છે. દર અષાઢી બીજ રથયાત્રાના દિવસે ગોલવાડી દરવાજા બહાર છાશ કેન્દ્ર રાખવામાં આવે છે. જૂનાગઢ પરિક્રમા વખતે ચંદ્રમૌલેશ્વરની બહાર આખી રાત ચાની સેવા આપવામાં આવે છે. દેવદિવાળીના દિવસે ૧૧૧૧ દિપમાલા મુનસર તળાવ ફરતે પ્રગટાવવામાં આવે છે. દરરોજ કુતરાને પાંચ કિલો લોટના રોટલા બનાવીને ગામમાં અલગ અલગ જગ્યાએ ખવડાવવામાં આવે છે. દરેક વાર તહેવારના દિવસે કુતરાને લાડવા તથા સુખડી ખવડાવવામાં આવે છે. દરરોજ પારેવાને ચણ ખવડાવવામાં આવે છે.



Download Our B K News Today App



Related News