સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાના નિર્ણય પર કુલપતિનો યુ-ટર્ન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 16:53:00
  • Views : 94
  • Modified Date : 2023-07-06 16:53:00

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તેની સંલગ્ન કોલેજોને એક પરિપત્ર કરવામાં આવ્યો હતો કે નવા શૈક્ષણિક વર્ષથી આર્ટસ ફેકલ્ટમાં ચાલતા ભારતીય સંસ્કૃતિનાઅભ્યાસક્રમમાં વિધાર્થીઓને એડમિશન ન આપવા કુલપતિના આ વિવાદિત નિવેદનના સમાચાર ટીવીનાઇન પર પ્રસિદ્ધ થતાની સાથે જ કુલપતિએ આ પરિપત્રને રદ્દ કર્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણય પર યુ ટર્ન લેતા કુલપતિએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટી દ્રારા વિષય ચાલુ જ રાખવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે વિધાર્થીઓ આ વિષય પ્રાધ્યાપક ન હોવાને કારણે પસંદ ન કરે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે આ નિર્ણય પર પરત ખેંચવામાં આવ્યો છે અને વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષય પસંદ કરી શકશે તેવી જાહેરાત કરાઇ હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ કરાયો હતો કે ભારતીય સંસ્કૃતિ વિષયના અધ્યાપક ન હોવાને કારણે આગામી શૈક્ષણિક વર્ષ 2023-24ના પ્રથમ સત્રમાં બેચલર ઓફ આર્ટસ અને માસ્ટર ઓફ આર્ટસમાં વિધાર્થીઓને વિષય પસંદગી ન કરવા દેવાની સૂચના આપવામાં આવે છે.યુનિવર્સિટી દ્રારા આ પરિપત્ર જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોમાં સૂચના આપવામાં આવી હતી.આ પરિપત્ર જાહેર થતા કોંગ્રેસના નેતા નિદત બારોટે કુલપતિને પત્ર લખીને આ નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું.નિદત બારોટે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષા નિતી 2020 અંગે સંસદમાં સંબોધન કરતા કહ્યું હતું કે આગામી દિવસોમાં વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસ સાથે આંતરરાજ્ય સંસ્કૃતિનું આદાન પ્રદાન કરશે.ત્યારે સૌરાષ્ટ્રનો વિધાર્થીઓ આવા જ્ઞાનથી વંચિત રહે તે ચલાવી શકાય તેવી વાત નથી અને એટલા માટે કુલપતિએ આ પરિપત્ર પાછો ખેંચવો જોઇએ,એટલું જ નહિ રાજ્ય સરકારે આ વિષયના પ્રોફેસરની તાત્કાલિક અસરથી ભરતી કરવી જોઇએ તેવી પણ માંગ કરી છે.આ અંગે કુલપતિ ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે યુનિવર્સિટી દ્રારા આ કોર્ષ બંધ કરવામાં આવ્યો નથી પરંતુ વિધાર્થીઓને આ વર્ષે વિષય પસંદ ન કરવા સૂચિત કરવામાં આવ્યા હતા પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નિતીમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે અમે આ પરિપત્ર પાછો ખેંચીએ છીએ અને પ્રોફેસરની ભરતી માટે રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News