આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-11 16:04:47
  • Views : 112
  • Modified Date : 2023-08-11 16:04:47

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે શુક્રવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના એક – બે વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું પડી તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જો કે હાલ રાજસ્થાન તરફ એક સરક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. જેના પગલે આજે શુક્રવારે સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ છૂટોછવાયા વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, બનાસકાંઠા, ભરુચ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.અરવલ્લી, ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ છોટા ઉદેપુર,દાહોદ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News