વાવમાં ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:17:13
  • Views : 428
  • Modified Date : 2019-06-01 12:17:13

૩૧મી મે ને શુક્રવારના રોજ ઉજવાયેલ એક દિવસીય મહોત્સવની ઉજવણી અંતર્ગત વહેલી સવારથી જ માતાજીના પુજા-અર્ચના કરીને માતાજીને સુંદર વસ્ત્રોમાં સજ્જ કરીને યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. (લવાણાવાળા) હિતેશ ભાઈ શાસ્ત્રીએ વિધિવિધાન અનુસાર હવન કરાવીને સમગ્ર વાતાવરણને પાવન બનાવી દીધું હતું. સમસ્ત ચારડિયા પરિવાર દ્વારા આયોજીત આ ધાર્મિક કાર્યમાં દૂર દૂરથી  ધર્મપ્રિય લોકો માતાજીના પાટોત્સવમાં સહભાગી બન્યા હતા. પરિવારે  આ નિમિત્તે ભોજનપ્રસાદનું વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના પાટોત્સવમાં મંદિરના શિખર ઉપર નવીન ધજાઓનું આરોહણ અને પાટોત્સવમાં સહયોગી અને તમામ પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.



Download Our B K News Today App



Related News