વકવાડામાં ચામુંડા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે ઉજવણી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 05:55:30
  • Views : 629
  • Modified Date : 2019-04-18 05:55:30

વકવાડા ગામની ધન્યધરામાં સમસ્ત રબારી સમાજ (પઢિયાર)જેઠાલાલ પરિવારની કુળદેવી ભગવતી રાજરાજેશ્ચરી ચાંમુડા માતાજીનો ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો.પ્રતિષ્ઠા મહોત્સવના પાવત પ્રસંગ ચૈત્ર સુદ-૧૦ ને સોમવારથી શરૂ થયો હતો. જેમાં ચૈત્ર સુદ-૧૧ ને મંગળવારના રોજ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યાર રાત્ર ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જયારે પ્રતિષ્ઠાનો  કલ્યાણકારી ત્રીજા દિવસે મા ભગવતી ચામુંડા માતાજીની વાજતે ગાજત સર્પણ શા†ોકાંતવિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.  પ્રતિષ્ઠાના પક્ષના આચાર્ય સોહનલાલ વ્યાસ અને કર્મકાંડ ભગીરથજી શાસ્ત્રીના મુખારવિંદથી માતાજીની ત્રિવસીય શાસ્ત્રોકાંતવિધિ સાથે રંગેચંગે મહોત્સવ ઉજવાયો હતો.આ મહોત્સવમાં રબારી સમાજના સાધુ, સંતો, મહંતો ભુવાજીઓ આગેવાનો વડીલા  અને યુવાનો ઓ એ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.  આજુબાજુના ગામોમાંથી પણ તમામ સમાજના લોકોએ હાજરી આપી હતી.આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા ગામના યુવાનોએ ભારે મહેમત ઉઠાવી હતી.


Download Our B K News Today App



Related News