ડીસા શહેરમાં આવેલ પૌરાણિક અને ચમત્કારિક ભૂતેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 11:51:51
  • Views : 346
  • Modified Date : 2020-08-30 11:51:51

ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારમાં ભૂતેશ્વર મહાદેવનું પૌરાણિક અને ચમત્કારિક મંદિર આવેલ છે. બ્રિટિશ કાળ દરમ્યાન અનેક શિવલિંગની સ્થાપના થઇ હોવાનું માનવામાં આવે છે તેમાંનું એક આ શિવલિંગ છે ભૂતેશ્વર મહાદેવ. બ્રિટિશ શાસનકાળ દરમિયાન રાજસ્થાનથી મારવાડી ઠક્કર સમાજ સામાન લેવા અર્થે ડીસા આવતા હતા, તે દરમિયાન ભૂતાભાઈ ઠક્કર નામના વ્યક્તિએ આ શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની પૂજા-અર્ચના શરૂ કરી હતી. ત્યારથી આ મારવાડી ઠક્કર સમાજ ડીસા ખાતે રોકાતા હતા અને એવું કહેવામાં આવે છે કે આ મારવાડી સમાજ શિવલિંગની પૂજા અને ભક્તિ કર્યા પછી જ અન્ન અર્પણ કરતા હતા. ત્યારે ભૂતાભાઈએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાથી આ મહાદેવનું નામ ભૂતેશ્વર મહાદેવ આપવામાં આવેલું છે. રોજ અહી મોટી સંખ્યામાં લોકો પૂજા માટે આવતા હોય છે અને શ્રાવણ મહિનામાં ખાસ ભક્તોની ભીડ જામતી હોય છે. આ મહાદેવ મંદિરના
પૂજારી નારણભાઇ ઓઝાએ જણાવ્યુ હતું કે સમગ્ર વર્ષ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભારે અવરજવર રહેતી હોય છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે સ્થાનિક લોકો તેમજ
આજુબાજુના વિસ્તારના લોકો દર્શન અર્થે આવતા હોય છે. અને શ્રાવણી અમાવસના દિવસે આ મંદિરે મારવાડી ઠક્કર સમાજ દ્વારા હવન પણ કરવામાં આવે છે. આ ભૂતેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Download Our B K News Today App



Related News