પૌરાણિક અને ચમત્કારિક નીલકંઠ મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 12:15:16
  • Views : 303
  • Modified Date : 2020-08-24 12:15:16

અરવલ્લીની ગિરિમાળા વચ્ચે વડગામ તાલુકાના જલોત્રાથી ૫ કિલોમીટરના અંતરે
પાવઠી ગામ આવેલું છે જ્યાં નીલકંઠ મહાદેવ બિરાજમાન છે. આ મહાદેવની સ્થાપના
ડુંગરપુરી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.  ૨૦૦ વર્ષ પહેલા ડુંગરપુરી નામના તપસ્વીએ આ શિવલિંગની સ્થાપના કરી હતી. પરંતુ આ શિવલિંગ પ્રખ્યાત થયું છે અહીંના અમર કુંડથી. અહીં રાજા નળ દમયંતી જ્યારે વન વિહાર કરતા હતા તે દરમિયાન તેમને આ જગ્યા ઉપર
પીવાના પાણી માટે કુંડ ખોદ્યો હતો અને ત્યાંથી પાણી ઉત્પન્ન કર્યું હતું. ત્યારથી આજ સુધી આ કુંડનું પાણી બારે મહિના આ જ પરિસ્થિતિમાં રહેશે.
કોઈપણ દુષ્કાળ વચ્ચે પણ આ કુંડની
પરિસ્થિતિ પાણીથી ભરપૂર રહે છે. ઉનાળાની વાત કરવામાં આવે તો આ કુંડમાંથી એક વહેણ કુદરતી રીતે ચાલુ થાય છે અને ગામના લોકો એ વહેણથી પાણી પીને પોતાની તરસ છીપાવે છે. ગામના લોકો એવું પણ જણાવી રહ્યા હતા કે અહીં આ વિસ્તારમાં ૫૦૦ ફૂટ ઊંડો બોર ખોદવામાં આવે તો પણ પાણી મળતું નથી. ત્યારે આ કુંડમાં ૩૬૫ દિવસ પાણી વહેતું રહે છે અને પાણીનો સંગ્રહ રહે છે. જેથી ગામલોકો તેને ચમત્કાર માની રહ્યા છે. અહીં પંચમુખી ગુફા આવેલી છે જે ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હશે. આ શેષનાગ ગુફા કુદરતી રીતે અહીં મળી આવેલી છે. જેના પાંચ મુખ છે અને ખૂબ જ ચમત્કારી ગુફા માનવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા લોકો ધારે એવી મનોકામના પૂર્ણ કરે છે અને શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના દિવસે મોટો ઉત્સવ યોજવામાં આવે છે અને ભક્તોનું મહેરામણ ઊમટી પડે છે. આમ આ નીલકંઠ મહાદેવ ખૂબ જ પૌરાણિક અને ચમત્કારી માનવામાં આવે છે.

Download Our B K News Today App



Related News