પાલનપુર માલણ દરવાજા નજીક પાલિકાના કચરાના ટ્રેક્ટરનો ડ્રાયવર ચાલુ ટ્રેક્ટરે કૂદી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-20 12:31:23
  • Views : 1184
  • Modified Date : 2020-07-20 12:31:23

પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે  ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા આવેલું . કચરો નાખી પરત ફરી રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર બેકાબુ બનતા ચાલુ ટ્રેક્ટરે ડ્રાઇવર કૂદી પડ્યો હતો. જ્યારે ટ્રેક્ટર આગળ જઈ પથ્થરમાં અટકી જતા મોટી જાનહાનિ ટળી હતી.
પાલનપુરના માલણદરવાજા વિસ્તારમાં નગરપાલિકાની
ડમ્પિંગ સાઇટ આવેલી છે. ત્યાં  શહેરમાંથી ભેગો કરેલો કચરો ટ્રેક્ટરો દ્વારા ઠાલવવામાં આવતા હોય છે. શનિવારે સાંજે કચરો ઠાલવીને ડમ્પિંગ સાઈટ ઉપર કચરો ઠાલવીને પરત આવી રહેલું એક ટ્રેક્ટર પૂર ઝડપે હોવાથી ડ્રાઇવર કાબુમાં કરી શક્યો ન હતો. જેને લઇ ચાલુ ટ્રેક્ટરે જ ડ્રાઈવર કૂદી પડ્યો હતો. જોક સો મીટર જેટલું  ટ્રેકટર આગળ જતા પથ્થરોની વચ્ચે  અટકી ગયું હતું જેથી  મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે  ડમ્પિંગ સાઇટ
 પરથી કચરો  ઠાલવીને પરત ફરી રહેલ ટ્રેક્ટર ડ્રાઇવર પૂર ઝડપે ચલાવી રહ્યો હતો જેને લઇ વળાંકમાં ટ્રેક્ટરને કાબુમાં કરી શક્યો ન હતો અને ચાલુ ટ્રેક્ટરે જ કૂદી પડ્યો હતો. ડ્રાઈવર નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. જો કે સ્થાનિકો ડ્રાઈવરને પકડે તે પહેલાં જ ટ્રેક્ટર મૂકીને ભાગી ગયો હતો. ટ્રેક્ટર અટકી પડ્યું ત્યાંથી ૫૦ મીટરના અંતરે જ બાળકો ખુલ્લામાં રમી રહ્યા હતા. જોકે ટ્રેક્ટર પથ્થરોમાં અટકી પડતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના બે કલાક બાદ પાલિકાના માણસો આવી ટ્રેક્ટર લઇ ગયા હતા

Download Our B K News Today App



Related News