ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો વાયરલ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-14 13:57:26
  • Views : 739
  • Modified Date : 2019-10-14 13:57:26

ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ પેટાચૂંટણીમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. અહીં પહેલા જ રાજકારણ બરાબરનું ગરમાયું છે, કારણ કે આ બેઠક પરથી ભાજપના ઉમેરવાર અલ્પેશ ઠાકોર મેદાને છે. પરંતુ અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે રઘુભાઇ દેસાઇને મેદાનમાં ઉતરેલા છે.

ADVERTISEMENT

હાલ પાટણના રાધનપુર સીટ પર બન્ને પાર્ટીઓના ઉમેદવારો સહિત મોટા નેતાઓ પોતાની પાર્ટીને જીતાડવા માટે સભાઓ, રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરને લઇને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાધનુપુરમાં અલ્પેશ ઠાકોરના ફોટા વાયરલ થયા છે. રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અલ્પેશનો આ પ્રકારનો ફોટો વાયરલ થતા રાજનીતિ ગરમાઇ ગઇ છે. ચૂંટણી પહેલા જ ઉમેદવારનું ચાલું સભામાં આ પ્રકારના વર્તનનો ફોટો કેટલો યોગ્ય કહેવાય તે લોકોમુખે ચર્ચાઇ રહ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો વાયરલ થયો છે. રાધનપુર મતવિસ્તારના ગોખાંતર ગામે ભાજપની સભા ચાલી રહી છે. આ સભામાં અલ્પેશ ઠાકોરનો ઉંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સોશિયલ મીડિયામાં અલ્પેશનો ઊંઘતો ફોટો વાયરલ થતા કોમેન્ટોનો દોર શરૂ થયો હતો. સોશિયલ મીડિયામાં એક યૂઝરે તો અલ્પેશને ચા પીવડાવવા માટે જણાવ્યું હતું. આ સિવાય અન્ય યૂઝર્સે અલ્પેશના ફોટાને લઇને અલગ અલગ કોમેન્ટો શરૂ કરી હતી. હાલ અલ્પેશના ફોટા વાયરલ થવાથી અલ્પેશ લોકોમાં હાસ્યનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકારણ ગરમાયેલું છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. એટલુ જ નહીં ઠાકોર સમાજે કોંગ્રેસ ઉમેદવાર રઘુભાઈ દેસાઈને ચૂંટણીમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે. તો અપક્ષ ઉમેદવાર ભારમલ ચૌધરીએ પણ કોંગ્રેસને ટેકો જાહેર કરી દેતા અલ્પેશ ઠાકોર માટે ‘ઓલ વર્સિસ સિંગલ’ની સ્થિતિ ઉભી થઈ છે.

Download Our B K News Today App



Related News