પાલનપુરમાં રહેતા યુવકની અનોખી પહેલ લુપ્ત થતા સિક્કાઓ અને ચલણ એકત્ર કરવાનો અનોખો શોખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:11:00
  • Views : 362
  • Modified Date : 2020-11-30 11:11:00

 આજના યુગમાં લોકોને અનેક પ્રકારના શોખ હોય છે કોઈને હરવા ફરવાનો શોખ તો કોઈને ખાવા પીવાનો શોખ તો કોઈને પોતાની મનગમતી વસ્તુઓ એકત્ર કરવાનો શોખ હોય છે ત્યારે મૂળ વલસાડના ધમડાચી ગામના પીરું ફળીયામાં રહેતા અને હાલ
પાલનપુરમાં દાંતીવાડા ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા યુવકે લુપ્ત થતા જતા ચલણી સિક્કા એકત્ર કરવાનો શોખ છે છેલ્લા ૧૫ વર્ષમાં દશ કિલો જેટલા દુર્લભ સિક્કા એકત્ર કર્યા છે.
 આજના આધુનિક યુગમાં કોઈને સમય મળતો નથી માત્ર આજના યુગમાં લોકો દોડભરી જિંદગી પસાર કરી રહ્યા છે. આજે  લોકોને પોતાના પરિવાર માટે પણ સમય હોતો નથી.  ત્યારે આવા તમામ લોકો માટે  પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના
દાંતીવાડા તાલુકામાં  શિક્ષક તરીકે ફરજ બજાવતા એક યુવક મૂળ વલસાડ જિલ્લાના ધડમડાચી ગામના પીરું ફળીયામાં રહેતા નિરલ પટેલ જેઓ હાલ પાલનપુરના દાંતીવાડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમને ૧૫ વર્ષ પહેલાં મળેલ ૧૦ ના સિક્કાથી અનેક નવી સોચની શરૂવાત કરી હતી. ૧૦ના સિક્કા મળ્યા બાદ  શિક્ષક નિરલ દ્વારા લુપ્ત થતા જતા ચલણ આજની પેઢી ઓળખી શકે એવા હેતુથી તેમને ચલણી સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. ગતરોજ એમની પાસે દશ કિલોથી વધુ દેશ-વિદેશના
પૌરાણિક સિક્કાઓ છે. જેમાં નિરલ પટેલે એકત્ર કરેલા અનેક ચલણી સિક્કાઓમાં ૩૦ થી વધુ દેશોનું ચલણ સામેલ છે. જેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા, જાપાન, નેપાળ, ભૂતાન, આરબ કન્ટ્રી જેવા અનેક દેશોમાં સિક્કા તો ખરા જ સાથે સાથે ભારત દેશના અનેક નેતાઓ અને મહાનુભવની છાપો ધરાવતા સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં સામેલ છે. જેમાં નીરલ
પટેલના સિક્કા સંગ્રહ કરવાના શોખમાં તેમના પરિવાર અને તેમના મિત્રો પણ તેમને સહયોગ આપી રહ્યા છે. જ્યારે પણ કોઈ મિત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ ખુબ જ જૂનો સિક્કો મળી આવે તો તેઓ નીરવ પટેલની સંપર્ક કરી એમને સંગ્રહમાં મુકવા માટે આપે છે. એટલે કે તેમના આ કાર્યમાં તેઓ નીરવ પટેલે પ્રોત્સાહન આપી સહયોગ કરી રહ્યા છે. જ્યારે વિશ્વમાં ૧૯૦૪થી ૧૯૧૮ સુધીમાં યોજાયેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોએ બ્રિટિશ તરફથી વિશ્વ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. અને આ વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા સૈનિકોને બ્રિટિશ સરકાર તરફથી બહાદુરીનું એક મેડલ આપવામાં આવ્યું હતું. આ દુર્લભ મેડલ પણ નીરલ
પટેલના સંગ્રહમાં સામેલ છે જેને તેઓ અતિ દુર્લભ હોવાનું માની રહ્યા છે.

Download Our B K News Today App



Related News