બનાસકાંઠામાં ફાસ્ટેગનું રિહર્ષલથી વાહન ચાલકોમાં આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 12:02:48
  • Views : 795
  • Modified Date : 2019-11-25 12:02:48

કેન્દ્ર સરકારના આદેશ બાદ ટોલ નાકાએ વાહનોમાં ફાસ્ટટેગ ફરજીયાત બનાવવામાં આવનારી છે. ત્યારે બનાસકાંઠામાં તેનું રિહર્સલ શરૂ કરાયું છે. જ્યાં રવિવારે ટોલનાકા ઉપર વાહનોની કતાર લાગી હતી. ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ૧ ડિસેમ્બરથી ટોલ નાકાએ વાહનોમાં ફાસ્ટટેગ ફરજીયાત બનાવવામાં આવનારી છે. ત્યારે બનાસકાંઠામાં તેનું રિહર્સલ શરૂ કરાયું છે. જ્યાં રવિવારે ટોલનાકા ઉપર રિહર્ષલ કરવામાં આવ્યું હતું. જેના
પગલે વાહનોની કતાર લાગી હતી. અને ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ અંગે વાહન ચાલકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આદેશ બાદ
ફરજીયાત વાહન ચાલકોને બાનમાં લેવામાં આવી રહ્યા છે. ૧ ડિસેમ્બર પહેલા જ વાહન ચાલકોની કનડગત શરૂ કરી દેવામાં આવી છે. ટોલનાકા
ઉપર એક કલાક સુધી રિહર્ષલ કરવામાં આવતાં લાંબી કતારોમાં ઉભા રહેવું પડયું હતું.

Download Our B K News Today App



Related News