કંબોઈ ચાર રસ્તા પર ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:29:29
  • Views : 529
  • Modified Date : 2019-04-15 06:29:29


કાંકરેજ તાલુકા કંબોઈમાં આવેલ  કંબોઈ ચાર રસ્તા ખાતે અંજલિ મેડિકલ પાસે શ્રી મારૂતિ નંદન પક્ષી સેવા ગ્રૂપ પાટણ દ્વારા ચકલી ઘર અને પક્ષીઓને પીવા માટે પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આપણી આસપાસ આપણા ધર આંગણાનું પક્ષી ચકલીનુ તેમજ અન્ય પક્ષીઓ જૂજ પ્રમાણમાં જોવા મળી રહ્યા.પવર્તમાન સમયમાં વૃક્ષોની બેફામ કાપણી અને શહેરીકરણને કારણે વૃક્ષોએ પક્ષીનુ ધર છે.
તે ખુબ જ ઓછા થઇ જતાં ધરઆંગણાના પક્ષીઓને રહેવા માટે યોગ્ય જગ્યા ન મળવાને કારણે, કોક્રીટના જંગલોનુ પ્રમાણ વધતાની સાથે તે આપણા વચ્ચે રહી શકે તેવા સુંદર વિચારોને ચકલીના માળા અને પાણીના કુંડાનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ભગીરથ કાર્યમાં સજ્જનસિંહ જી.સોલંકી- મહામંત્રી યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળ કાંકરેજ, દિનેશભાઈ સિલ્વા, સંજયભાઈ  જોશી, ભાવેશભાઈ જોશી, ભાયરામભાઈ જોષી. વિનુભા સોલંકી, ભરતસિંહ સોલંકી તથા કંબોઈ આજુબાજુથી પક્ષીપ્રેમી ઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News