સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પરની ચકચારી લૂંટનો ભેદ ઉકેલાયો લીંબડી હાઇવે પર ટ્રકમાંથી એક કરોડની ઇલે. આઇટમોની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-23 12:46:51
  • Views : 528
  • Modified Date : 2023-01-23 12:46:51

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે આખરે 1 કરોડથી વધુના ટેબલેટ, મોબાઈલ ફોન, લેપટોપ, ઘડિયાળ સહિત ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ચોરીમાં સંડોવાયેલી મધ્યપ્રદેશની કંજર ગેંગના 6 સાગરીતોને ઇન્દોરથી દબોચી લીધા છે. જ્યારે અન્ય 5 આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, લીંબડી-બગોદરા હાઈવે પર ગત 06 જાન્યુઆરીએ રાતના સમયે અજાણ્યા શખ્સોએ એક ટ્રકનો પીછો કરીને ચાલુ ટ્રકમાંથી ખાનગી કંપનીનો સામાન હેડફોન, પાવર બેંક, લેપટોપ, અલગ અલગ મોડલના મોબાઈલ, પ્રિન્ટીંગ રોલ, ઘડિયાળ, ટેબ્લેટ વગેરે ચીજવસ્તુ મળીને કુલ રૂ. 1,07,17,133ના મુદ્દામાલની સનસનીખેજ ચોરી કરી હતી. જે અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ચાલતી ટ્રકમાંથી કરોડોના સામાનની ચોરી થતાં જિલ્લા પોલીસમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે લીંબડી-અમદાવાદ હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ સહિતના સ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ પણ લીધી હતી. જેમાં મધ્યપ્રદેશની કંજર ગેંગે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આ ગેંગને દબોચી લેવા માટે ઇન્દોરમાં ધામા નાંખ્યા હતા, જેમાં પોલીસને જાણકારી મળતા કંજર ગેંગના સંતોષ લોચન સીગ ભોલિયા સિસોદિયા, પીન્ટુ ઓમપ્રકાશ ધન્નાલાલ રાઠોડ, અન્સારખાન હયાતખાન પઠાણ, વકીલ અહમદ નશીર, અહમદ કરીમબક્ષ, મોહમ્મદ સાજીદ મોહમ્મદ રઈશ અન્સારી અને જાવેદઅલી મકસુદઅલી સૈયદ નામના છ શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે પોલીસ આ 5 આરોપીઓ મનીષ ઉર્ફે કાળું મનોહર વીરભારતી કંજર, સંજય ઉર્ફે સંજુ કાંઝર, બેટી ઉર્ફે અરવીદ ઝાઝા, સંદીપ ઝાઝા અને ઓમપ્રકાશ કાલુરામ મહેશ્વરી ફરાર છે તેની શોધખોળ પણ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News