ચકચાર : પરિવાર પર આભ ફાટ્યું : બનાસકાંઠાના થરાદમાં બે દિકરીઓ સાથે બાપે મોતને કર્યું વ્હાલુ, કારણ અકબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 12:26:30
  • Views : 567
  • Modified Date : 2022-07-20 12:26:30


ચકચાર : પરિવાર પર આભ ફાટ્યું : બનાસકાંઠાના થરાદમાં બે દિકરીઓ સાથે બાપે મોતને કર્યું વ્હાલુ, કારણ અકબંધ


રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. રોજબરોજ આપઘાતની ઘટનાઓ નોંધાઇ રહી છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો.
બનાસકાંઠાના થરાદમાં પિતાએ બે દિકરી સાથે આપઘાત કરી લેતા  ચકચાર મચી છે. સેરાઉ નજીક કૂવામાં ઝંપલાવીને પિતાએ દિકરી સાથે આપઘાત કર્યો.  આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી પરંતુ પોલીસે ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


સોશિયલ મીડિયામાં આપઘાત પહેલાનો ફોટો વાયરલ


મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના શેરાઉ ગામે રહેતા વિક્રમભાઈ મઘાજી દરજીએ મંગળવારે સવારે તેમના ગામના શ્રી વાંકલ ગૌ શાળા વ્હોટસએપ ગ્રુપમાં પોતાની બે પુત્રી સાથેનો 9.51 મિનિટે ગામના તળાવમાં આવેલ કૂવા નજીક બેઠેલો ફોટો મૂક્યો હતો. જેમાં ઝેરી દવાની બોટલ પણ પડેલી દેખાતી હતી. ત્યારબાદ તેણે ઝેરી દવા પીને બન્ને દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.


પરિવારજનો ભારે આઘાતમાં


ઘટનાને પગલે ગ્રામજનો દોડી આવ્યા હતા. કૂવામાંથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. પરંતુ એ જાણી શકાયુ નથી કે આપઘાત કર્યો કેમ. ગ્રામજનોના કહેવા પ્રમાણે ખેડૂત આર્થિક રીતે સુખી સંપન્ન હતો.  વળી એવુ પણ જાણવા મળ્યુ છે કે એક દિકરી માનસિક અસ્થિર હતી.  ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પત્ની સહિત પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે.  એકા એક જ ઘરના મોભીએ દિકરીઓ સાથે મોતને વ્હાલુ કરવાની આ ઘટનાથી શોકની લાગણી જોવા મળી રહી છે. 


 


Download Our B K News Today App



Related News