ખીમાણા હાઈવે નાળામાં અકસ્માતોનો સિલસિલો જારી વાંસ ભરેલો છકડો પલટયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 12:00:13
  • Views : 531
  • Modified Date : 2019-09-01 12:00:13

કાંકરેજના ખીમાણા ગામે હાઈવે નાળામાં વરસાદી પાણી ભરાવાથી તેમજ ભયંકર જીવલેણ ગાબડાં પડવાથી વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે વાહનચાલકોની  હાડમારી અને સલામતીને ધ્યાને લઈ કોઈ ગમખ્વાર જીવલેણ અકસ્માત સર્જાય તે પૂર્વે હાઈવે નાળામાં વરસાદી પાણીના નિકાલનું તેમજ ગાબડાઓનું મરામત કામ હાથ ધરાય તે માટે ઈલેકટ્રોનિક્સ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા દ્વારા સતત અહેવાલો પ્રસિધ્ધ કરી જનહિતમાં હાઈવે ઓથોરિટિના જવાબદાર સત્તાવાળાઓનું ધ્યાન દોરવા છતાં આજદીન સુધી તેનું કોઈજ નિરાકરણ આવવા પામેલ નથી. હાઈવે ઓથોરિટીના જવાબદાર સત્તાવાળાઓ અવાર-નવાર ખીમાણા હાઈવે નાળાની મુલાકાત લઈ તમાસો નિહાળી લોકોને લોલીપોપ બતાવી ચાલ્યા જાય છે. પરંતુ વાહનચાલકોની ગંભીર આ સમસ્યાને જાણે કેમ ઉકેલવામાં આવતી નથી તેવો વેધક સવાલ પ્રજામાંથી ઉડવા પામ્યો છે. જા કે જયારથી ચોમાસુ શરૂ થયું ત્યારથી આજદીન સુધી હાઈવે નાળામાં અવાર-નવાર નાના મોટા અકસ્માતો થવાનો સિલસિલો જારીજ રહેવા પામ્યો છે. ત્યારે ગતરોજ વહેલી સવારે પણ અહી વાંસ ભરેલો છકડો પલ્ટી જવા પામ્યો હતો. પરંતુ ડ્રાયવરે સમય સૂચકતા દાખવતા કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને હાઈવે ઓથોરિટીની ઘોર ઉદાસીનતા પ્રત્યે લોકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. તેમજ પ્રજામાંથી એકજ સૂર ઉઠવા પામ્યો હતો કે શું હાઈવે ઓથોરિટીવાળા કોઈ જીવલેણ દુર્ઘટનાની રાહ જાવે છે કે કેમ.. જા સત્વરે નાળાનું મરામત કામ હાથ નહી ધરાય તો પ્રજા ગાંધી ચિંદયો માર્ગ અપનાવશે તો પણ નવાઈ નહી.

Download Our B K News Today App



Related News