પાટણ જિલ્લામાં ચૈત્ર માસમાં જ અષાઢી માહોલ જામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 05:41:52
  • Views : 561
  • Modified Date : 2019-04-17 05:41:52

ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારથી થી કાળઝાળ ગરમી વચ્ચે પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધુળીયું બની જવા પામ્યું હતું. મંગળવારે પણ હવામાનમાં પલટો આવતા ભારે પવન અને વીજળીના કાટકા સાથે કમોસમી વરસાદ વરસતા પાણીજ પાણી થઇ ગયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં  કાપણી કરીને રાખવામાં આવેલ પાક પડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મંગળવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન ફૂંકાતા ધૂળ ની ડમરી ઓ ઉડવા લાગી હતી . ત્યારબાદ વીજળી અને કાટકા સાથે કમોસમી વરસાદનો ઝાપટું વરસતા ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને પગલે ઠેર ઠેર પાણી જ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે બીજી તરફ ખેડૂતોએ ખેતરમાં કાપણી કરીને તૈયાર રાખેલ સુવા , વરીયાળી,  અજમો , ઘઉં ,દિવેલા જેવા પાક કમોસમી વરસાદ માં પલળી જતા ખેડૂતો ના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે. ચોમાસુ સીઝન ફેલ રહ્યા બાદ ખેડૂતોએ રવી સીઝનમાં વાવેતર કરેલ પાક પણ કમોસમી વરસાદના કારણે બગડતા ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. પાટણ શહેરમાં વરસાદના પગલે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા ત્યારે શહેરના નવા ગંજ બજારમાં હાલમાં વિવિધ પ્રકારની માલની આવકો આવી રહી હોય ખેડૂતોની પેઢીઓની આગળ માલ ના ઢગલા કરવામાં આવેલા હોય કમોસમી વરસાદના કારણે કેટલાક ઢગલા પલડી  જતા વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.


Download Our B K News Today App



Related News